Pvitra Jayram Boyfriend Suicide : લોકપ્રિય કન્નડ ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામનું એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યું હતું.હૈદરાબાદમાં તેની કાર બસ સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે કે, પવિત્રા જયરામના નિધનને પગલે તેના બોયફ્રેન્ડ ચંદ્રકાતએ પણ આપધાત કરી લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, પવિત્રા કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનાકેરેથી પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. IANs અનુસાર, એક્ટ્રેસની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી વાનપર્થીથી આવી રહેલી બસ કારની જમણી બાજુથી અથડાઈ હતી. આ અકસ્માતમાં ટીવી એક્ટ્રેસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

આ અકસ્માતના શોકમાંથી હજુ ફેન્સ બહાર નીકળી શક્યા નહ્તા ત્યાં બીજા આઘાતજનક સમચારા આવ્યાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચંદુ અને પવિત્રા જયરામ છેલ્લા થોડા સમયથી રિલેશનશીપમાં હતા. પવિત્રા જયરામ પહેલેથી જ પરિણીત હતી અને તે બે બાળકોની માત હતી, પરંતુ તે પરિવારથી અલગ થઇ ગઇ હતી.
મીડિયા અહેવાલ પવિત્રા જયરામ અને ચંદ્રકાંત ટૂંક સમયમાં તેઓના સંબંધને નામ આપવાનું વિચારી રહ્યા હતા. પરંતુ આ પહેલા તેઓનું મોત નીપજ્યું. માસ્ટર આનંદ દ્વારા દિગ્દર્શિત કૉમેડી સિરીઝ – રોબોટ ફેમિલીથી પવિત્રાએ નાના પડદા પર કન્નડ ડેબ્યૂ કર્યું હતું. પવિત્રાએ નાના પડદાના મનોરંજનની દુનિયામાં પ્રવેશતા પહેલા બેંગલુરુમાં લાઈબ્રેરીયન અને સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું હતું.પવિત્રા જયરામ ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલાં આર્થિક તંગીને લીધે હાઉસ કીપર, સેલ્સ ગર્લ સહિત લાઇબ્રેરી આસિસ્ટન્ટ જેવા કામ કરતી હતી. તેઓનો પરિવાર ગરીબ હતો.





