કન્નડ અભિનેતા અને દિગદર્શક ઋષબ શેટ્ટી ફિલ્મ ‘કાંતારા’ સૂપરહિટ જવાથી છવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘કાંતારા’ કર્ણાટકમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને હવે હિંદી બોક્સ ઓફિસ પર પણ જોરદાર એન્ટ્રી કરી છે. ફિલ્મ ‘કંતારા’ 30 સપ્ટેમ્બરે કન્નડમાં રિલીઝ થઈ હતી. ત્યારે ઋષભ શેટ્ટી સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. જે અંતર્ગત તેણે હિન્દી ફિલ્મ ઉઘોગમાં તેમની કામ કરવાની હાલ કોઈ યોજના નથી તે અંગે ખુલાસો કર્યો હતો.
આ સાથે અભિનેતાએ કહ્યું હતું કે, હાલ તે કન્નડ ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે. કારણ કે મારું આજે જે કંઈ વર્ચસ્વ છે તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અહીંના લોકોના લીધે છું. હિન્દીમાં મારી એક ફિલ્મ હિટ થઈ, તેનો અર્થ એ નથી કે મારો પરિવાર કે મિત્રો બદલાઇ જશે. અભિનેતાએ આ ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું હતુ કે, તે પ્રાઉડ કન્નડ છે. મારુ દિલ હિંદી સિનેમા માટે જ ધડકે છે.
‘બોલીવુડ બબલ’ને આપેલા ઈન્ટરવ્યુમાં ઋષભ શેટ્ટીએ કહ્યું હતું કે ‘કાંતારા’ની સફળતા તેની ભવિષ્યની ફિલ્મોને અસર નહીં કરે. જે પદ્ધતિથી પહેલાં ફિલ્મો બનાવવામાં આવતા હતી એ જ રીતે બનશે.
ઋષભ શેટ્ટીએ તેની ફિલ્મોને જણાવ્યું હતુ કે, ‘જો લોકોને મારું કન્ટેન્ટ ગમશે તો હું હિન્દીમાં રિલીઝ કરીશ નહીં તો કર્ણાટકમાં જ રિલીઝ કરવામાં આવશે. અભિનેતાએ ‘કાંતારા’ અંગે જણાવ્યું હતુ કે, ‘જ્યારે મેં ‘કંતારા’ બનાવી હતી ત્યારે તેને પૈન ઈન્ડિયા સ્તરે રિલીઝ કરવા અંગે વિચાર્યુ પણ ન હતું. તેમ છતાં ફિલ્મે પોતાનો રસ્તો શોધી લીધો. ખરેખર અમને ખ્યાલ જ નથી કે આ કંઇ રીતે બન્યું’.
ઋષભ શેટ્ટીએ કહ્યું કે ‘કંતારા’ અખિલ ભારતીય સ્તરે હિટ થઈ છે, તેનો અર્થ એ નથી કે હવે મારે કોઈ ખાસ પેટર્ન પર ફિલ્મો બનાવવી પડશે. હું હજી પણ મારા પ્રદેશની વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને તેને વધુ ઊંડાણમાં સ્ક્રીન પર લાવવા માટે કામ કરીશ.
આ પણ વાંચો: કંગના રનૌત એલોન મસ્કના સમર્થનમાં, કહ્યું…બ્લૂ ટિક માટે ચાર્જ લેવાનો નિર્ણય એકદમ સાચો
ઉલ્લેખનીય છે કે, ઋષભ શેટ્ટીએ લખેલી અને દિગ્દર્શિત ફિલ્મ ‘કાંતારા’એ વૈશ્વિક સ્તરે 200 કરોડથી વધુનો વેપાર કરી ચૂકી છે. આ સાથે ફિલ્મના હિન્દી વર્ઝને પણ અત્યાર સુધીમાં 62 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે હજુ પણ આ ફિલ્મ ઘણા સિનેમાઘરોમાં ચાલી રહી છે. ‘કાંતારા’ એ તાજેતરના ઘણા બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મોને ટક્કર આપી કમાણીનો નવો રેકોર્ડ સર્જયો છે.