kapil sharma cafe firing : કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલ કાફેમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે છે. આ ત્રીજી વખત છે જ્યારે કાફે પર ગોળીઓ ચલાવવામાં આવી છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. કપિલ શર્માએ જુલાઈ 2025 માં કેનેડામાં પોતાનું કાફે ખોલ્યું હતું. આ ત્રીજી વખત છે જ્યારે તેના કાફેમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કારમાં બેઠો છે અને પિસ્તોલથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.
અજાણ્યા વ્યક્તિએ સળંગ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ગત વખતની જેમ આ વખતે પણ ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપ સિદ્ધુ નેપાળીએ તેની જવાબદારી લીધી છે. સૌથી પહેલી વખત આ ઘટનાની જવાબદારી પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ લીધી હતી. સરે પોલીસ સર્વિસ (SPS) ના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સવારે 4:30 વાગ્યે ગોળીબારના અહેવાલો સાંભળ્યા હતા. કોઈને ઈજા થઈ નથી, પરંતુ ઓનલાઈન ફરતા વીડિયો ફૂટેજમાં અંધાધૂંધ દ્રશ્ય કેદ થયું છે.
લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જવાબદારી લીધી
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખવામાં આવ્યું છે વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. આજે (કેપ્સ કાફે, સરે) માં ત્રણ વખત ફાયરિંગ થયું છે, તેની જવાબદારી હું કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લો લઇએ છીએ. અમારી આમ જનતા સાથે કોઈ દુશ્મનાવટ નથી. જેમની સાથે અમારો ઝઘડો છે, તેઓ અમારાથી દૂર રહો. જે લોકો ગેરકાયદેસર (બે નંબરના) કામ કરે છે, તેઓ કામ કરાવીને લોકોને પૈસા નથી આપતા, તેઓ પણ તૈયાર રહે. જે લોકો બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલે છે, તેઓ પણ તૈયાર રહે છે, ગોળી ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ.
આ પણ વાંચો – બોલીવુડ સેલિબ્રિટી દિવાળી લુક, કેવા આઉટફિટ રહેશે તહેવાર માટે બેસ્ટ?
લોરેન્સ બિશ્નોઈ ગેંગની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જવાબદારી સ્વીકારી છે. જોકે અધિકારીઓએ હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરી નથી પરંતુ અગાઉની ઘટનાઓ સાથે સંભવિત જોડાણોની તપાસ કરી રહ્યા છે, જેમાં 10 જુલાઈના રોજ ગોળીબાર (કાફેના લોન્ચના થોડા દિવસો પછી) અને 7 ઓગસ્ટના રોજ ફોલો-અપનો સમાવેશ થાય છે, જેમાં બંનેમાં ડ્રાઇવ-બાય સ્ટાઇલ હુમલાઓનો સમાવેશ થાય છે.