સોની ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (The kapil Sharma Show) છેલ્લા કેટલાક વર્ષોથી સતત લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. ત્યારે શોના હાસ્ય કલાકારોમાં સપનાના પાત્રમાં પોતાની ઓળખ ઉભી કરનાર અને અવનવા બોલિવૂડના એકટરોની મિમીક્રી કરી લોકોને હસાવનાર કૃષ્ણા અભિષેક ‘ધ કપિલ શર્મા શો’ની હાલની સીઝનમાં જોવા મળતો નથી. આવામાં દર્શકોમાં તેની ગેરહાજરીનું કારણ જાણવા માટે ભારે કૂતુહલ છે. જો કે હવે તેને લઈને એવી અફવા ફેલાઈ છે કે તે ફરી ‘ધી કપિલ શર્મા શો’માં પરત ફરી રહ્યો છે.
આ અંગે કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે, હા, ધ કપિલ શર્મા શો ના મેકર્સ તરફથી મને કોલ આવ્યો હતો. તેઓ મને ફરી લેવા માંગતા હતા. જોકે આર્થિક કારણે વાત આગળ નહોતી વધી શકી. કૃષ્ણએ જણાવ્યું હતું કે વાત ફરી પૈસા પર આવીને અટકી ગઈ છે. જો કે કૃષ્ણાએ જણાવ્યું હતું કે તેને આશા છે કે હાલ તો આ શોમા પાછા ફરવાની કોઈ શકયતા નથી, કદાચ પછીની સીઝનમાં પાછો ફરી શકું.
શોનો જૂનના અંતમાં અંત આવશે તેવી ચર્ચાને લઈને કૃષ્ણાએ જણાવ્યું હતું કે મારી પાસે તેની માહિતી નથી, પણ હું તે શોને ખૂબ ચાહું છું અને તેના મેકર્સ મને ગમે છે. હું શોની આ સીઝનને મિસ કરી રહ્યો છું. હું કપિલ અને અર્ચનાની (અર્ચના પુરણસિંહ) સાથે વર્ષોથી સંકળાયેલો છું. અર્ચનાની સાથે તો 15 વર્ષ જૂનો નાતો છે.
આ પણ વાંચો: શોખ હોય તો આવા, માધુરી દીક્ષિતે ખરીદી લક્ઝરી કાર, કિંમત જાણીને ચોંકી જશો
કૃષ્ણાએ જણાવ્યું હતું કે, પોતાના સહકર્મીઓની લોકપ્રિયતાથી કપિલ અસલામતી અનુભવે છે. આ બાબતો અફવા છે જો તે મને લેવા ન માંગતો હોત તો હું ચાર વર્ષ સુધી તેની સાથે ન હોત. અંતે તો શો ટીમ વર્ક છે.