બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલે ગઇકાલે 18 મેના રોજ તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે ધામધૂમપૂર્વક લગ્ન કર્યા. કરણ દેઓલ અને દ્રિશા આચાર્યએ નજીકના મિત્રો અને સંબંધીઓની ઉપસ્થિતિમાં મુંબઇના તાજ લૈંડ્સ એન્ડમાં લગ્ન કર્યા. ત્યારબાદ દેઓલ પરિવારે ગઇકાલે સાંજે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં નવયુગલ એકસાથે શાનદાર લૂકમાં ખુબ સરસ લાગી રહ્યા હતા. તેમજ કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ નવવિવાહિત કપલને આશીર્વાદ આપવા માટે ગ્લેમરસ લૂકમાં એન્ટ્રી પાડી હતી.

કરણ-દ્રિશાના વેડિંગ રિસેપ્શનમાં સલમાન ખાન, સુનીલ શેટ્ટી, આમીર ખાન, શત્રુધ્ન સિંહા, અનુપમ ખેર સહિતની હસ્તીઓ સામેલ થઇ હતી અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તસવીરો તેમજ વેડિંગ રિસેપ્શની તસવીરો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહી છે. નવયુગલની તસવીરો પર લાક્સનો ઢગલો થઇ ગયો છે.
હવે નવદંપતી કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના લૂકની વાત કરીએ તો બંને રિસેપ્શનમાં એકદમ શાનદાર લાગી રહ્યા હતા. તેમજ તેના ચહેરા પર ખુશી ઝલકી રહી હતી. કરણ દેઓલ પોતાના વેડિંગ રિસેપ્શનમાં વ્હાઇટ શર્ટ સાથે બ્લેક બ્લેઝર અને મેચિંગ બ્લક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે દ્રિશા આચાર્ય ચમકદાર લોન્ગ ગોલ્ડન ગાઉનમાં એકદમ આસમાનેથી ઉતરેલી પરી લાગી રહી હતી.
આ પણ વાંચો: Adipurush: રામાયણના રામ અરુણ ગોવિલે આદિપુરુષને ‘હોલીવુડની કાર્ટન ફિલ્મ’ ગણાવી
રવિવારે સવારે કરણ દેઓલ ઘોડા પર ચડીને જાનૈયાઓ સાથે જાન લઈને નીકળ્યો હતો. જાનમાં કરણના દાદા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ ખૂબ ડાન્સ કર્યો હતો. બધા જ જાનૈયાઓએ લાલ રંગનો સાફો બાંધ્યો હતો. અભય દેઓલ, બોબી દેઓલ સહિત બધા જ જાનૈયાઓ દ્રિશાને લાવવા માટે સજી-ધજીને નીકળ્યા હતા.