Karan Deol Wedding: કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તસવીર-વીડિયો આવ્યો સામે, નવયુગલ શાનદાર લાગી રહ્યા છે

Karan Deol and Drisha Wedding: કરણ દેઓલ (Karan Deol) ના લગ્નનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને લગ્નના આઉટફિટમાં શાનદાર લાગી રહ્યા છે.

Written by mansi bhuva
June 18, 2023 15:14 IST
Karan Deol Wedding: કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તસવીર-વીડિયો આવ્યો સામે, નવયુગલ શાનદાર લાગી રહ્યા છે
કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તસવીરો- વીડિયો આવ્યો સામે

બોલિવૂડના ફેમસ એક્ટર ધરમેન્દ્રના પૌત્ર અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. આજે 18 જૂનના રોજ બંનેએ ઘામધૂમથી લગ્ન કર્યા. ત્યારે હવે કરણ દેઓલના લગ્નનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને લગ્નના આઉટફિટમાં શાનદાર લાગી રહ્યા છે. પરિવારના સભ્યોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. પિતા સની દેઓલના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે, જ્યારે બીજી તરફ ધર્મેન્દ્રની વાત કરીએ તો તે આ દરમિયાન ખૂબ જ ખુશ છે અને ડાન્સ કરતા જોવા મળે છે.

વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે કરણ દેઓલ કેવી રીતે પરંપરાગત પોશાકમાં છે અને તેની સાથે દ્રિશા આચાર્ય પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહી છે. આ સિવાય એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં કરણ દેઓલ ઘોડી પર ચડતો જોવા મળી રહ્યો છે. હવે ફેન્સ પણ નવવિવાહિત કપલને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

નવયુગલના લૂકની વાત કરીએ તો દ્રિશાનો બ્રાઈડલ લુક શેડમાં છે અને કરણ પણ વેડિંગ ડ્રેસમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. ફોટોમાં કરણ દેઓલ પણ ઘોડા પર ચડતો જોવા મળી રહ્યો છે. કરણના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા. આ ખાસ અવસર પર આખો દેઓલ પરિવાર જોવા મળે છે. કરણના કાકા અને અભિનેતા અભય દેઓલ પણ આ લગ્નમાં હાજર રહ્યા છે.

આ પણ વાંચો: ફિલ્મ આદિપુરૂષે બીજા દિવસે પણ મબલક કમાણી કરી, શું ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે?

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે એટલે કે 18 જૂને ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કરી લીધા છે. સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નના વરઘોડાના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ હવે લગ્નની પહેલી તસવીર સામે આવી છે. ફોટોમાં કરણ દેઓલ તેની પત્ની દ્રિશા આચાર્ય સાથે મંડપમાં બેઠો જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ કરણ દેઓલ ક્રીમ રંગની પાઘડી અને શેરવાની પહેરીને બેઠો છે, તો બીજી તરફ લાલ-ગોલ્ડન રંગની દ્રિશા આચાર્યની સુંદર ચણ્યા ચોલી પહેરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ