Karan Johar News: બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર આજે 25 મેના રોજ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ સાથે તેણે બોલિવૂડમાં ડાયરેક્ટર તરીકે 25 વર્ષ પણ પૂરા કર્યા છે. ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે, પરંતુ તેમના અંગત જીવન વિશે ઘણા લોકો નથી જાણતા. ત્યારે અમે તમને તેના જીવન અંગે ખાસ વાત જણાવવા જઇએ છીએ.
એક સમય હતો જ્યારે કરણ જોહરનું નામ અમેરિકન-નેપાળી ફેશન ડિઝાઇનર પ્રબલ ગુરુંગ સાથે જોડાયું હતું. વર્ષ 2019માં કરણ જોહર સાથે પ્રબલ ગુરૂંગે એક તસવીર શેર કરી હતી. જેમાં કરણ જોહર પ્રબલ ગુરૂંગની બાહોમાં હાથ નાંખીને જોવા મળ્યો હતો.
આ તસવીર શેર કરીને કેપ્શમાં લખ્યું હતું કે, ‘પ્યાર કિયા તો ડરના ક્યા, હેપી બર્થડે કેજો’. આ પછી બજારમાં તેમના અફેરની ચર્ચાને હવા મળી હતી. જો કે પ્રબલ ગુરૂંગે આ ખબરોને તદ્દન અફવા ગણાવતા કહ્યું હતું કે, તેઓ કરણ જોહર સાથે રિલેશનશીપમાં નથી.
મહત્વનું છે કે, કરણ જોહર તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ફિલ્મી સિતારોને અંગત જીવનને લઇને સવાલ કરે છે. પરંતું છેલ્લી સિઝનના એક એપિસોડમાં કરણ જોહરે તેની પર્સનલ લાઇફ અંગે ખુલ્લીને વાત કરી હતી.
હકીકતમાં કરણ જોહરે બેવફાઇને લઇને વાત કરી હતી. જેના પર વરૂણ ધવને તેમને પૂછી લીધું કે તેઓ આટલી વાત કરે છે. આ અંગે કરણે જવાબમાં કહ્યું હતું કે તેઓ હ્યૂમન બિહેવિયર જાણવા માગે છે. તેથી આ સવાલ કરે છે. આ પછી કરણે ખુલ્લીને કહ્યું કે, તેનું દિલ તૂટ્યું હતું. ત્યારે તે સમયે વરૂણ ધવને તેને સંભાળ્યો હતો.