બોલિવૂડનું લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 જાન્યુઆરીના રોજ જેસલમેર સ્થિત લગ્ન કર્યા હતા. તો તો હવે લગ્નનનો ઢોલ નાના પડદા પર પણ ગુંજવા જઈ રહ્યો છે. બિગ બોસ સીઝન 15થી ખ્યાતિ ધરાવનાર લવબર્ડસ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી પણ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
લવબર્ડ્સ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી બી-ટાઉનમાં ઘણી ફેમસ છે. બંનેના ચાહકો આ જોડીને તેજરનના ઉપનામથી બોલાવે છે. આવી સ્થિતિમાં જ્યાં ચાહકો નાના પડદાના ફેવરિટ કપલને સાત ફેરા લેતા જોવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લવબર્ડ્સ પણ જલ્દી જ ફેન્સને લગ્નના ગુડ ન્યુઝ આપશે.
કરણ કુંદ્રાનો નવા શો તેરે ઇશ્ક મેં ઘાયલ દરમિયાન કરણ કુન્દ્રાને લગ્ન પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કરણે કહ્યું કે, હું ગયા વર્ષે માર્ચમાં લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ કલર્સે નાગિનને સાઈન કરી હતી. તેની નાગિન સિરીયલ પુરી જ થતી નથી, આવી સફળ સિઝન આપવાની શું જરૂર હતી.
જ્યારે કરણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, “તે કયા પ્રખ્યાત સ્થળ પર લગ્ન કરવા માંગશે?” તો તેના જવાબમાં કરણે કહ્યું કે ગમે ત્યાં થઈ શકે છે. હું ફિલ્મ સિટીમાં કરવા તૈયાર છું. અથવા તો સેટ પર તે કરવા તૈયાર છે.
નાના પડદાની આ લોકપ્રિય જોડીનો ઘણો મોટો ચાહક વર્ગ છે. આવી સ્થિતિમાં, કરણના ઇન્ટરવ્યુ પરથી ચાહકોએ પણ અનુમાન લગાવ્યું છે કે તેને જલ્દી જ તેના ફેવરિટ સેલેબ્સના લગ્ન જોવાનો મોકો મળશે. બંને કપલના પ્રોજેક્ટની વાત કરીએ તો, જ્યાં કરણ કુન્દ્રા કલર્સ ટીવીના નવા શો તેરે ઈશ્ક મેં ઘાયલમાં વીરનું પાત્ર ભજવી રહ્યો છે. બિગ બોસ 15 ની વિજેતા તેજસ્વી પ્રકાશ, કલર્સ ટીવીના બ્લોકબસ્ટર શો નાગીન સીઝન 6 માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.