કર્ણાટકમાં 6 નવેમ્બરે આયોજિત કર્ણાટક ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (Karnatak TET-2022)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ઉમેદવારના એડમિટ કાર્ડ પર તેની જગ્યાએ અભિનેત્રી સની લિયોનીની તસવીર છાપી દીધી હતી. જેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના તરફ લોકોનું ધ્યાન આકર્ષાઇ રુહ્યું છે.
આ સાથે રાજ્યના શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગે આ મામલા લઇ ઉંડી તપાસના આદેશના આપ્યાં છે.
સમગ્ર મામલો
6 નવેમ્બરે યોજાયેલી પરીક્ષા દરમિયાન મહિલા ઉમેદવાર રૂદ્રપ્પા કોલેજમાં તેના સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી હતી. જ્યારે તેણે એડમિટ કાર્ડ બતાવ્યું તો તેના પર સની લિયોનીની તસવીર છપાયેલી હતી. આ બાદ કોલેજના પ્રિન્સિપાલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસનું શું કહેવું છે?
સમગ્ર મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ ભરતી વખતે ફોટો અપલોડ કરવામાં આ ભૂલ થઈ હોવી જોઈએ. ઉમેદવારે ભૂલથી સની લિયોનીની તસવીર અપલોડ કરી હશે. એ જ ફોટો એડમિટ કાર્ડ પર છપાયેલો હતો. બીજી તરફ ઉમેદવારનું કહેવું છે કે તેણે પોતે પરીક્ષાનું ફોર્મ ભર્યું ન હતું, પરંતુ નજીકના વ્યક્તિ પાસેથી ફોર્મ ભરાવ્યું હતું.
‘અમારી કોઈ ભૂમિકા નથી’
એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ કર્ણાટકના શિક્ષણ વિભાગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાનું ફોર્મ જાતે ભરવાનું હોય છે. જે માટે એક યૂઝર આઇડી અને પાસવર્ડ જેનરેટ હોય છે. આ માત્ર વિધાર્થીઓ પાસે જ હોય છે અને બીજું તેને એક્સેસ કરી શક્તું નથી. આ સાથે શિક્ષણ વિભાગ અનુસાર એડમિડ કાર્ડ પ્રક્રિયામાં અમારી કોઇ પણ પ્રકારની ભૂમિકા આવતી નથી.
‘જવાબદાર સામે કડક કાર્યવાહી’
આ ઉપરાંત કર્ણાટકના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ઉમેદવારો તેમના ફોર્મ ભરે છે તે વિગતો અને ફોટો વગેરેના આધારે એડમિટ કાર્ડ તૈયાર થાય છે. અમે પોલીસને સમગ્ર મામલાની તપાસના આદેશ કર્યા છે. જેના આધારે પોલીસે સંબંધિત અને જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ એક્શન લેવાશે.