કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ સત્યપ્રેમ કી કથાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થયો છે. આ વીડિયો ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે, આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મંદિરનો સેટ બનાવવામાં આવ્યો છે જ્યાં ઘણા કલાકારો સાઉથના ટ્રેડિશનલ ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ સાથે એક્ટર કાર્તિક આર્યન વચ્ચે લીલા શર્ટ સાથે લુંગી પહેરીને ડાન્સ કરી રહ્યો છે.
સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોરદાર જોવા મળશે. ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલા વીડિયોને જોઈને સમજી શકાય છે કે સત્યપ્રેમ કી કથાને પણ સાઉથનો ટચ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, સત્યપ્રેમ કી કથાનું વીડિયોનું ટીઝર પણ હમણાં જ રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બંને કલાકારો નદી, બરફીલી ખીણો, ખેતરો અને મેળામાં રોમાન્સ કરતા જોવા મળે છે. કાર્તિક-કિયારાના લગ્ન પણ એક સુંદર મહેલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ આખી ફિલ્મ કાર્તિક-કિયારાના લગ્ન પર આધારિત નથી પરંતુ સ્ટોરી લાઈન લગ્ન પછીના કપલ વચ્ચેની સ્ટોરી દર્શાવે છે.
સત્યપ્રેમ કી કથાનું ડાયરેક્શન સમીર વિધ્વંસ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રોડક્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. કાર્તિક આર્યન ફિલ્મમાં સત્યપ્રેમ અગ્રવાલ ઉર્ફે સત્તુ નામના છોકરાના રોલમાં છે, જ્યારે કિયારા કથા દેસાઈ નામની છોકરીના રોલમાં જોવા મળશે. સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને થિયેટરોમાં રિલીઝ થશે.