બોલીવુડનું ક્યૂટ કપલ સારા અલી ખાન અને કાર્તિક આર્યન હંમેશા પોતાના અફેરને લઇને ચર્ચામાં રહે છે. બંનેની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. લવ આજકાલ ફેમ કાર્તિક આર્યન અને સારા અલી ખાન ફરી એક સાથે જોવા મળતા ચર્ચા વહેતી થઇ છે. સારા અને કાર્તિકના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યા છે. જેને પગલે એવું માનવામાં આવે છે કે, બંને એકબીજાને ફરીથી ડેટ કરી રહ્યા છે. જો કે, આ પહેલા સારા અલી ખાનનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઇ રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ લેટેસ્ટ ફોટોમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. કાર્તિક અને સારા બંને સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળે છે. સારા અને કાર્તિકની સ્માઈલ જોઈને લાગે છે કે બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર સારાના આ ફોટો જોઈને ચાહક કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ જોડીને એકસાથે જોઈને ખુશ છે તો કેટલાક લોકો સારાને પૂછી રહ્યા છે કે હવે શુભમન ગિલનું શું થશે.
મહત્વનું છે કે, કાર્તિક આર્યન અને સારા અલી ખાન વર્ષ 2020માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં જોવા મળ્યા હતા. બંનેની જોડી ચાહકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ બાદ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યુ હોવાના સમાચાર આવવા લાગ્યા હતા. જો કે થોડા સમય બાદ તેમના બ્રેકઅપના પણ સમાચાર પ્રત્યક્ષ આવ્યા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, કાર્તિક આર્યન અને સારા અલી ખાનના સંબંધનો અંત તેઓ કામમાં ખુબ વ્યસ્ત રહેવાના કારણે એક બીજાને પૂરતો સમય આપી શકતા ન હતી. જેને પગલે તેમનું બ્રેક અપ થયું હતું. ત્યારે ફરી એક વખત કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે આવતા તેના ચાહકો ખુશ થઇ ગયા છે.
આપને જણાવી દઇએ કે, હાલ કાર્તિક આર્યન ખુબ ડિમાન્ડમાં રહે છે. કાર્તિક આર્યન તેની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ને કારણે ખુબ પ્રચલિત થયો છે, હવે અભિનેતા તેની આગામી ફિલ્મ ‘શહઝાદા’માં નજર આવશે. શહઝાદા ફિલ્મ આજે 10 ફેબ્રુઆરીના રોજ થઇ ગઇ છે. જેમાં કાર્તિક આર્યન એક્શન પેકડ રોલમાં જોવા મળી રહ્યો છે. જ્યારે સારા અલી ખાન હજુ તેની ફિલ્મી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહી છે. તેને પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં ખાસ કમાલ કરી શકી નથી.
caknowledge વેબસાઈટના અહેવાલો અનુસાર, કાર્તિક આર્યનની નેટવર્થ લગભગ 5 મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં 36 કરોડ છે. તેની વાર્ષિક કમાણી 6 કરોડની આસપાસ છે. કાર્તિક આર્યન પાસે મુંબઈમાં માત્ર એક લક્ઝરી હાઉસ નથી, પરંતુ તેને લક્ઝરી વાહનોનો પણ ઘણો શોખ છે. તેની પાસે પોતાના ઘણા વાહનો છે. હાલમાં ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 2’ની સફળતા બાદ કાર્તિક આર્યનને એક મોટી કાર પણ ભેટમાં આપી હતી. કાર્તિક આર્યન ઘણા મોંઘા વાહનોના માલિક છે. તેની પાસે BMW 5 સિરીઝ છે, જેની કિંમત લગભગ 55 લાખ છે, આ સિવાય તેની પાસે લેમ્બોર્ગિની ઉરુસ પણ છે, જે તે પોતે ચલાવે છે.
આ સિવાય તેની પાસે રોયલ એનફિલ્ડ ક્લાસિક છે. કાર્તિક આર્યન પાસે મિની કૂપર પણ છે, જે અભિનેતાને તેની માતાએ ભેટમાં આપી હતી અને આ વાહન કાર્તિક આર્યનના હૃદયની ખૂબ નજીક છે. આ સિવાય કાર્તિકે હાલમાં જ એક નવી કાર McLaren GT ખરીદી છે, જેની કિંમત લગભગ 4.7 કરોડ છે. રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડમાં આ કાર માત્ર કાર્તિક પાસે છે.
સારા અલી ખાનની વાત કરીએ તો તેણે વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન આ કમાણી ફિલ્મ અને brand endorsementમાંથી કરે છે. કહેવામાં આવે છે કે, સારા દરેક બ્રાન્ડ માટે 50થી 60 લાખ રુપિયા લે છે. આ સિવાય અભિનેત્રી એક ફિલ્મ માટે 3 કરોડ રુપિયા લે છે. સારા ડેબ્યુ બાદ સારા અલી ખાનની સંપત્તિ 240 ટકાનો વધારો થયો છે. દર મહિને સારા અલી ખાન માત્ર brand endorsement 30 લાખ રુપિયા કમાય લે છે,