બોલિવૂડનો યંગ અને લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં સ્થાન ધરાવનાર અભિનેતા કાર્તિક આર્યન આજે પરિવાર સાથે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. કાર્તિક આર્યનની બોલિવૂડમાં ચોકલેટી બોય અને લવર બોય તરીકે ઇમેશ સ્થાપિત થઇ છે. કાર્તિકની ડેશિંગ પર્સનાલિટી અને કિલર સ્માઇલના લાખો-કરોડો લોકો દિવાના છે. કાર્તિક આર્યન શાનદાર એક્ટરની સાથે સોશિયલ મીડિયા પર જબરી ફેન ફોનોલઇંગ ધરાવે છે. પરંતુ કાર્તિક આર્યનના પિતા તેને ક્યારેય એક્ટર બનાવવા ઇચ્છતા ન હતા.
આપણે બધા એ વાતથી સારી રીતે વાકેફ છીએ કે કાર્તિક આર્યન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ તેને સ્ટારમાંથી સુપરસ્ટાર બનાવી દીધો છે. ફિલ્મ મેકર્સ કાર્તિક આર્યનને તેની ફિલ્મમાં લેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે કાર્તિક આર્યનના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ કાર્તિકે ડોક્ટરના અભ્યાસને બદલે એન્જીનિયરિંગમાં એડમિશન લીધુ હતું. જોકે બાદમાં તેને એન્જીનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી એક્ટિંગમાં કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી.
એન્જિનિયરિંગનો અભ્યાસ કરો
કાર્તિક આર્યનના ઘરમાં દરેક વ્યક્તિ ડોક્ટર છે. તેના પિતા મનીષ તિવારી બાળરોગ નિષ્ણાત છે, તેની માતા માલા તિવારી ગાયનેકોલોજિસ્ટ છે અને તેની બહેન કૃતિકા તિવારી પણ ડૉક્ટર છે. એવું નથી કે કાર્તિક અભ્યાસમાં નબળો હતો, પરંતુ તે બાળપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી હતો.
કાર્તિક આર્યન સ્ટારમાંથી સુપરસ્ટાર
કાર્તિક આર્યનના ફિલ્મી કરિયર અંગે વાત કરીએ તો તેણે કરિયરની શરૂઆતમાં મોડલિંગ કર્યું હતું. આ દરમિયાન તેને તેની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ મળી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મના નિર્દેશક લવ રંજન હતા. આ પછી લવ રંજને તેની આગામી ફિલ્મ ‘આકાશવાણી’ માટે કાર્તિકને સાઈન કર્યો હતો.આ સાથે સુભાષ ઘાઈ સાથે પણ કામ કર્યું અને પછી તેને ‘પ્યાર કા પંચનામા 2’માં પણ કામ કરવાનો અવસર મળ્યો હતો. પરંતુ વર્ષ 2018માં આવેલી તેની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ બધાના દિલ જીતી લીધું અને એક આગવી ઓળખ બનાવી હતી.
આ પછી તો કાર્તિક આર્યન આસમાનને આંબે એટલી સફળતા હાંસિલ કરી. ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’એ તેને સ્ટારમાંથી સૂપરસ્ટાર બનાવી દીધો.આજના સમયમાં કાર્તિક આર્યન પાસે ફિલ્મોની કોઈ કમી નથી. ભલે તે ડોક્ટર કે એન્જિનિયર ન બને પણ આજે તે જે છે તેના પર તેના માતા-પિતાને ખૂબ ગર્વ હશે.