કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા આ શુક્રવારે (17 ફેબ્રુઆરી) સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અલ્લુ અર્જુનની આલા વૈકુંઠપ્રેમુલુની રિમેક છે. ફિલ્મના ગીતો, ટીઝર અને ટ્રેલરને ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે, હવે મેકર્સે તાજેતરમાં એક નવું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં કાર્તિકના પાત્ર બંટુની મુકેશ અંબાણી અને મહેન્દ્ર બાહુબલી સાથે તુલના કરવામાં આવી છે.
શહજાદા એક યુવક બંટુ વિશે છે, જેને એક દિવસ ખબર પડી કે તે ખરેખર એક બિઝનેસ ટાયકૂનનો પુત્ર છે. વાર્તા બંટુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તેના પરિવારને ફરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને તેના દુશ્મનોથી પણ બચાવી રહ્યો છે.
હવે વાત કરીએ શેર કરેલા ટીઝરની તો ટીઝરની શરૂઆત કાર્તિક એક પોલીસ અધિકારી સાથે બંટુ વિશે વાતચીત સાથે થાય છે, બંટુ પોલીસકર્મીને કહે છે કે તે આ ધનિક ઉદ્યોગપતિનો અસલી પુત્ર છે. જ્યારે પોલીસમેન (રાજપાલ યાદવ) બંટુ (કાર્તિક આર્યન) ને આશ્ચર્યથી જુએ છે, ત્યારે બંટુ કહે છે, “વો ધીરુભાઈ મેં મુખ્ય મુકેશ, વો મુફાસા તો મેં સિમ્બા, વો અમરેન્દ્ર તો મહેન્દ્ર,” અને પોલીસકર્મી વચ્ચે પૂછે છે, “ધોની. ? બંટુ પછી જવાબ આપે છે, “ના, બાહુબલી.”
ચાહકો કાર્તિક આર્યનની કોમિક ટાઈમિંગથી પ્રભાવિત થયા હતા અને ટીઝર પર કોમેન્ટ કરીને કાર્તિકની ખુબ પ્રશંસા કરી હતી. એક યુઝરે કાર્તિકની પ્રશંસામાં લખ્યું કે, “આ માણસ ખરેખર ઈતિહાસ રચવા માટે જ જન્મ્યો છે”, તો અન્ય એકે ટિપ્પણી કરી કે, “મને લાગે છે કે આ ફિલ્મ એક મોટી બ્લોકબસ્ટર બનશે” જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું કે, “જે કોઈ પણ સંવાદ લખે છે, તેણે ખૂબ સરસ કામ કર્યું છે.
આ પણ વાંચો: અક્ષય કુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી લોકોએ રોષ ઠાલવ્યો, અભિનેતા પર આ ગંભીર આરોપ
મહત્વનું છે કે, કાર્તિક આર્યન સ્ટારર ‘શહજાદા’માં શેહઝાદામાં કૃતિ સેનન, રોનિત રોય, પરેશ રાવલ અને મનીષા કોઈરાલા પણ મુખ્ય ભૂમિકામાં છે.