તાજેતરમાં બોલિવૂડની કુલ અભિનેત્રી કેટરીના કૈફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટ ગુસ્સાથી લાલચોળ થતી જોવા મળી રહી છે. કેટરીના કૈફ આ વીડિયોમાં ફોટોગ્રાફર્સને ઠપકો આપતા કહ્યું હતું કે, કેમરાને સ્વીચ ઓફ કરો.
કેટ કેમ પાપરાઝી પર ભ઼ડકી તે અંગે વાત કરીએ તો અભિનેત્રી સાંજના સમયે વોક માટે પાર્ક ગઇ હતી. તે કારમાં બેસવા જાય છે ત્યારે ફોટોગ્રાફર્સ તેને ઊભા રહેવાનું કહે છે અને ફોટો ક્લિક કરવા આગળ વધે છે. આ જોઈને કેટરીનાને ગુસ્સે આવી જાય છે અને તે કહે છે, ‘તમે લોકો કેમેરા નીચે રાખો. અમે અહીંયા એક્સર્સાઇઝ કરવા આવીએ છીએ. જો તમે આમ કરશો તો…. તમે કેમેરા નીચે રાખો.’ કેટરીનાને ગુસ્સામાં જોઈને ફોટોગ્રાફરે તરત જ સોરી કહી દીધું હતું. જોકે, માસ્કને કારણે કેટરીનાના ચહેરાના હાવભાવ જોઈ શકાયા નહોતા, પરંતુ તે ઘણી જ ગુસ્સામાં હતી.
સોશિયલ મીડિયામાં કેટનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે કેટરીનાનો સપોર્ટ કર્યો હતો અને ફોટોગ્રાફર્સને આમ ના કરવાની સલાહ પણ આપી દીધી હતી. કેટલાકે એવું કહ્યું હતું કે ફોટોગ્રાફર્સનું આ જ કામ છે અને કેટરીનાએ કારણ વગર ગુસ્સો કર્યો.