Katrina Kaif Vicky Kaushal Baby Boy Photo Viral | બોલિવૂડના સેલિબ્રિટી કપલ કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) તાજેતરમાં જ એક બાળકના માતા-પિતા બન્યા છે. આ કપલએ 7 નવેમ્બરના રોજ આ સમાચાર જાહેર કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. કેટરિના કૈફ અને નવજાત બાળક બંને સ્વસ્થ છે અને રજા મળ્યા પછી ઘરે પરત ફર્યા છે. જ્યારે ચાહકો બાળકની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક વાયરલ ફોટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) સમર્પિત એક ફેન પેજ દ્વારા શેર કરાયેલી આ તસવીરમાં, આ દંપતી તેમના નવજાત શિશુ સાથે પોઝ આપતા જોઈ શકાય છે. ફોટામાં માતા વીણા કૌશલ પણ તેના પૌત્રને ભેટીને બેઠા છે.
કેટરિના કૈફ વિકી કૌશલ બેબી ફોટો વાયરલ
જોકે, આ ફોટો કથિત રીતે 2022 માં કેટરીના દ્વારા શેર કરાયેલી ઇમેજનું AI વરઝ્ન છે. અભિનેત્રીએ મધર્સ ડે પર તેના સાસુ મા ને મધર્સ ડે ની શુભેચ્છા પાઠવી હતી અને તે મીઠી કૌટુંબિક ક્ષણ શેર કરી હતી. નવજાત બાળક ઉમેરવા માટે તેમાં ડિજિટલી ફેરફાર કરવામાં આવ્યો છે.
વિકી કૌશલ કેટરિના બેબી બોય પોસ્ટ
કપલએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદનમાં કહ્યું “વિકકેટ આ મહિનાની શરૂઆતમાં એક બાળકના માતાપિતા બન્યા હતા. “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025. કેટરિના અને વિકી,”
લગભગ બે વર્ષ સુધી સિક્રેટલી ડેટ કર્યા પછી, વિકી કૌશલ અને કેટરિના કૈફ એ 2021 માં લગ્ન કર્યા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં તેઓના લગ્ન થયા હતા.





