બોલિવૂડની ટોચની અભિનેત્રી કેટરીના કૈફ તાજેતરમાં ‘કપિલ શર્મા શો’માં પહોંચી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો છે. કેટરિના કૈફએ ‘કપિલ શર્મા શો’માં તેની આગામી ફિલ્મ ‘ફોન ભૂત’ના પ્રમોશન દરમિયાન તેના મેરેજમાં શા માટે કપિલ શર્માને આમંત્રણ ન આપ્યુ હતુ તેને લઇને ખુલાસો કર્યો છે.
કેટરીના કૈફ સાથે ફિલ્મના કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર આવ્યા હતા. શો દરમિયાન કપિલ શર્માએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન કેટરીનાએ તેના લગ્ન સાથે જોડાયેલી તમામ વાતો પણ શેર કરી હતી. આ તકે કેટરીનાને સવાલ કરાયો હતો કે કપિલ શર્માને શા માટે આમંત્રણ નહોતું?
જેને લઇને કપિલ શર્માએ કેટરિનાને વાતચીતમાં પોતાના મનની ઇચ્છા પ્રગટ કરતા કહ્યુ હતુ કે, તે લગ્નમાં આવવા માટે તૈયાર થઈ ગયો હતો, પરંતુ બાદમાં ખબર પડી કે તેને આમંત્રણ મળ્યું નથી. જે અંગે કેટરીનાએ જવાબ આપતાં કેટરીનાએ કહ્યું કે તેના લગ્ન કોરોના દરમિયાન થયા હોવાથી થોડા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. આ સાથે અભિનેત્રીએ કહ્યું કે તે લગ્નમાં તેના ઘણા નજીકના મિત્રોને પણ આમંત્રણ આપી શકી નથી.
કપિલ શર્માએ કેટરિના કૈફને પૂછ્યું કે શું વિકી કૌશલ જૂતા છુપાવવાની રસમમાં તેના જૂતાને તમારી 7 બહેનાથી બચાવી શક્યો હતો? આ અંગે કેટરીનાએ જણાવ્યું કે જૂતા છુપાવવાની સેરેમની દરમિયાન તેની બહેનો અને વિકી કૌશલના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. અભિનેત્રીએ વઘુમાં કહ્યુ હતુ કે, મેં અવાજ સાંભ્ળ્યો એટલે પાછળ ફરીને જોયું ત્યાં લોકો જૂતા ખેંચી રહ્યા હતા, પણ મારું ધ્યાન ન હતુ આખિર આ રસમમાં જીત્યુ કોણ.
આ સાથે કપિલ શર્માએ કેટરિના કૈફને બીજો સવાલ કર્યો હતો કે, તે ઘરમાં વિકી કૌશલને કયા નામથી બોલાવે છે? જેને લઇને અભિનેત્રીએ સ્માઇ સાથે કહ્યું કે ‘કિટ્ટુ’ના નામે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે વર્ષ 2018માં અનુરાગ કશ્યપની રોમેન્ટિક ડ્રામા ‘મનમર્ઝિયાં’ના ટ્રેલરમાં પહેલીવાર વિકી કૌશલને જોયો હતો. આ દરમિયાન વિકી કૌશલ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
આ ઉપરાંત કેટરિનાએ જણાવ્યું હતુ કે, તે પહેલી નજરમાં જ વિકી કૌશલ પર ફિદા થઇ હતી. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા.