KBC 15 New Promo : લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનને પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આ વખતની સીઝનને પહેલો કરોડપતિ મળી ગયો છે. જી હાં! એ સ્પર્ધક વિશે જાણીને તમે ચકિત થઇ જશો. હકીકતમાં KBC 15નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કંટેસ્ટન્ટને 1 કરોડ રૂપિયા જીતતા બતાવવામાં આવ્યો છે. 1 કરોડ જીતનાર સ્પર્ધકની ઉંમર જાણીને તમે વિચારમાં પડી જશો.
સોની એન્ટરટેનમેન્ટના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર KBC 15નો નવો પ્રોમો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘પાર કર હર મુશ્કિલ પંજાબના છોટે સે ગાંવ ખાલરા સે આયે જસકરણ પહુંચ ચુકે હૈ ઇસ ખેલ કે સબસે બડે 7 કરોડ કે સવાલ પર’. કેબીસી 15નો આ એપિસોડ તમે સોની ચેનલ પર 4 અને 5 સપ્ટેમ્બરના રોજ જોઇ શક્શો.
કેબીસી 15ના લેટેસ્ટ પ્રોમોમાં તમે જોઇ શકો છો કે બિગ બી ઉભા થાય છે અને કહેતા સંભળાય છે કે આટલા વર્ષોમાં જ્ઞાનના આ મંચથી મે કેટલા લોકોને કરોડપતિ બનતા જોયા છે, પરંતુ દર વખતે એક સવાલ પર માત્ર કંટેસ્ટન્ટ જ નહીં પણ અમાકો અને આખા દેશનો શ્વાસ અધર થઇ જાય છે અને તે છે 7 કરોડનો સવાલ.





