KBC 15 : લોકપ્રિય રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 15ની સીઝન દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. દરેક સીઝનની જેમ KBCની આ સીઝનને પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આ ક્વીઝ શોમાં લોકોને સામાન્ય જ્ઞાનથી લઇને અમિતાભ બચ્ચનના જીવન અને કરિયર વિશે પણ ઘણું જાણવા મળતું હોય છે. આ વચ્ચે ફરી એક વખત તાજેતરમાં એક એપિસોડમાં બિગ બીએ મજેદાર ખુલાસો કર્યો છે.
KBC 15ના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચન સામે સ્પર્ધક સૌરભ સેનગુપ્તા હોટ સીટ પર બેઠો હતો. આ તકે સૌરભ સેન ગુપ્તાએ અમિતાભ બચ્ચનને અંધશ્રદ્ધા પર તેમનો અભિપ્રાય પૂછ્યો હતો. તેણે બિગ બી સાથે તેની કહાની શેર કરી અને કહ્યું કે, તે અંધશ્રદ્ધામાં દ્રઢ વિશ્વાસ છે અને ધરેથી બહાર નીકળતા પહેલા વિશેષ વ્યક્તિનો ચહેરો ન જોવો.
આ પછી સૌરભે બિગ બીને પ્રશ્ન પૂછ્યો કે, શું તમે આ પ્રકારના અંઘવિશ્વાસનું પાલન કરો છો? આ સવાલના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, “હું તેમના પર વિશ્વાસ નથી કરતો, પરંતુ મારો ડ્રાઇવર આવી બાબતો પર ઘણો વિશ્વાસ કરે છે. તે કોઈ કારણ વગર કારને ગોળ ફેરવે છે એટલે મેં તેને પૂછ્યું કે, તમે કેમ આવું કર્યું તો તેને કાળી બિલાડી આપણો રસ્તો કાપી ગઇ હતી તેમ કહ્યું હતું.
વધુમાં અમિતાભ બચ્ચને અંધવિશ્વાસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારની વાતો જીવનને તહેશનહેશ કરી રહી છે, આવી બાબતો પર વિશ્વાસ કરવો જોઇએ નહીં.
નોંધનીય છે કે, આ એપિસોડમાં સૌરભ સેનગુપ્તાએ રૂ.3,20,000 જીત્યા હતા. સૌરભ સેન ગુપ્તાનું સપનું છે કે તે શોમાં જીતેલા પૈસાથી પોતાની રેસ્ટોરન્ટ ખોલે અને તેની ગર્લફ્રેન્ડને વેનિસ લઈ જાય.
જેમ જેમ શો આગળ વધે છે તેમ, સૌરભ સેનગુપ્તા સફળતાપૂર્વક રૂ.3,20,000 જીતે છે અને આગામી સપ્તાહ માટે રોલઓવર સ્પર્ધક બની જાય છે. તે તેની રેસ્ટોરન્ટ ખોલવાની અને ઈનામની રકમ સાથે તેની ગર્લફ્રેન્ડને ગોન્ડો ગોન લા રાઈડ માટે વેનિસ લઈ જવાના પોતાના સપના વિષે આ એપિસોડમાં વાત કરી હતી.





