Kaun Banega Crorepati Season 16 : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલમાં તેઓ અપકમિંગ મુવી કલ્કી 2898ના કારણે જોરશોરથી ચર્ચામાં છે. આ વચ્ચે તેઓએ લોકપ્રિય ક્વીઝ શો કેબીસી સીઝન 16 (Kaun Banega crorepati) નું શૂટિંગ કરી રહ્યા છે. કેબીસી સીઝન 16 26 એપ્રિલે શરૂ થશે. આ તકે બિગ બીએ તેના બ્લોગ પર શોના સેટ પરથી અમુક તસવીરો શેર કરી છે.
આ તસવીરો શેર કરીને અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘શૂટ કરવામાં એટલો વ્યસ્ત છું કે લંચ પણ કારમાં બેસીને કરવું પડે છે. આ સાથે બિગ બીએ બ્લોગમાં લખ્યું કે, સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોઇ બ્રેક વગર સતત કામ કર્યું’.
આ પણ વાંચો : અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટ વેડિંગ ડેટ કન્ફર્મ? લંડનમાં નહીં અહીં કરશે લગ્ન
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને હાલમાં મુંબઇ નજીક સ્થિત અલીબાગમાં 10 કરોડ રૂપિયાની જમીન ખરીદી હોવાનો અહેવાલ છે. અલીબાગ પહેલા બિગ બીએ રામ નગરી અયોધ્યામાં 14.50 કરોડ રૂપિયાની જમીન ખરીદી રોકાણ કર્યું છે. મળતી માહિતી અનુસાર બિગ બી પાસે પેરિસમાં પણ એક એપાર્ટમેન્ટ છે. આ સિવાય અમિતાભ બચ્ચન પાસે દુબઇમાં સૈંક્ચુઅરી ફોલ્સમાં કરોડો રૂપિયાનું એક મોટું ઘર છે