રોહિત શેટ્ટી તેનો પ્રચલિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની સિઝન 13 સાથે આવવાની તૈયારીમાં છે. આ સિઝન માટે દિગ્ગજ કલાકારોના નામ સામે આવ્યાં છે. શોમાં ભાગ લેનારા સ્પર્ધકોનું ફાઇનલ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, બિગ બોસ 16નો પ્રતિભાગી શિવ ઠાકરેનું નામ કન્ફર્મ થઇ ગયું છે. જેની ઘોષણા ખુદ શિવ ઠાકરેએ ઘોષણા કરી હતી. આ સાથે તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ તેના માટે સપના સમાન છે જે હવે સાકારી થવા જઇ રહ્યું છે.
શિવ ઠાકરે બાદ કુંડલી ભાગ્ય ફેમ અંજુમ ફકીહ પણ આ શોમાં ભાગ લેવા માટે તત્પર છે. તો ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ પણ ખતરો કે ખેલાડીની સિઝન 13માં રૂહી ચતુર્વેદીની હાજરીની પુષ્ટિ કરી છે. આ પછી અર્જીત તનેજાનું નામ પણ ફાઇનલ છે. ત્યારે તેઓ આતુરતાથી આ શોના પ્રારંભ થવાની રાહ જોઇ રહ્યો છે. અર્જીત તનેજા બાદ અર્ચના ગૌતમનું નામ પણ આ શો માટે ફાઇનલ હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ સિવાય અંજલિ આનંદ, નાયરા બેનર્જી, કરણ ટ્રેકર, મુનવ્વર ફારૂકી, દિશા પરમાર, પ્રિંસ નરૂલા, અંજલિ અરોરા, શરદ મલ્હોત્રા સહિત મોહસિન ખાન પણ આ શોમાં ભાગ લેવાના છે.
ખતપો કે ખિલાડી શો છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શોમાં ઘણા ખતરનાક સ્ટંટ કરવામાં આવે છે. જેને પગલે આ શો બેહદ રસપ્રદ અને રોમાચિંત બને છે. ત્યારે દર્શકો પણ આ શોની હવે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ શો કલર્સ ચેનલ પર વીકેન્ડ પર પ્રસારિત થશે. જો કે હજુ સુધી આ શો ક્યારથી શરૂ થાય છે તે અંગે કોઇ માહિતી મળી નથી.