રોહિત શેટ્ટી તેનો પ્રચલિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની સિઝન 13 સાથે આવવાની તૈયારીમાં છે. આ સિઝન માટે સ્પર્ધકોના નામ પણ સામે આવવા લાગ્યા છે. ત્યારે પહેલા બિગ બોસ 16ના વિજેતા એમસી સ્ટેન અને એમીવે બંટાઇનું નામની જોરશોરથી ચર્ચા હતી. પરંતુ હવે એવું કહેવાય રહ્યું છે કે, એમસી સ્ટેન અને એમીવે બંટાઇના બદલે રૈપ્ર ડિનો જેમ્સ ખતરોની ખિલાડીની સિઝન 13નો હિસ્સો બનશે.
પ્રાપ્ત વિગત અનુસાર, બિગ બોસ 16નો પ્રતિભાગી શિવ ઠાકરેનું નામ કન્ફર્મ થઇ ગયું છે. તેમજ એમસી સ્ટેને લઇને ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ હાલ તેઓ તેના કામમાં ખુબ જ વ્યસ્ત છે. તેથી તેના નામ પર હજુ ફાઇનલ મુહર લાગી નથી. આ વચ્ચે એમિવે તરફથી પણ એવું એલાન થઇ ગયું છે કે, તેઓ આ શોમાં ભાગ લઇ રહ્યા નથી.
આવામાં સંજોગોમાં હવે બીજું જે નામ સામે આવી રહ્યું છે તે છે 31 વર્ષનો ડિનો જેમ્સ. ડિનો જેમ્સ બેહતરીન રેપર, કંપોઝર, સિંગર સહિત લિરિસિસ્ટ છે. ડિનો જેમ્સ નાગપુરનો રહેવાસી છે અને તે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, લૂઝર વગેરે જેવા રેપરથી જાણીતો છે. રસપ્રદ વાત એ છે કે, ડિનો પોતાના રેપર દ્વારા લોકોને કહાની સંભળાવે છે. મહત્વનું છે કે, ડિનો જેમ્સ ખતરો કે ખિલાડી સિઝન 13નો હિસ્સો બનશે આ શોની પોપ્યુલારિટી અને લોકોને જોવામાં પણ વધુ રસ પડશે.
ખતરો કે ખિલાડી સિઝન 13 માટે નકુલ મહેતા, શરદ મલ્હોત્રા, દિશા પરમાર, મોહસિન ખાન, એરિકા ફર્નાન્ડિસ, હેલી દેસાઇ, સુરભિ જ્યોતિ, સિંબા નાગપાલ, શિવ ઠાકરે, અર્ચના ગૌતમ, સૌંદર્ય શર્મા વગેરે નામની લોકમુખે ચર્ચા છે. જે પૈકી શિવ ઠાકરે તો તેના પર ફાઇનલ મુહર લગાડી દીધી છે.
આ પણ વાંચો: ધક ધક ગર્લને આવો સીન કરવા બદલ આજે પણ થાય છે અફસોસ, જાણો અભિનેત્રીની અજાણી વાતો
નોંધનીય છે કે, રોહિત શેટ્ટી ખતરો કે ખિલાડીની 13મી સિઝન માટે કંટેસ્ટન્ટ શોધવા બિગ બોસના ધરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સ્પર્ધકો પાસેથી અમુક સ્ટંટ કરાવ્યા હતા. જેમાં શાલીન ભનોટે તમામ સ્ટંટ બખૂબી સારી રીતે કર્યા હતા. તેનાથી ઇમપ્રેસ થઇને રોહિત શેટ્ટીએ તેને શોમાં આવવા માટે ઓફર કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે કોઇ કારણસર શાલીન ભટ્ટે આ ઓફરને ઠુકરાવી દીધી.