Kiara advani Sidharth malhotra Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની (Kiara advani Sidharth malhotra) જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. ભલે કપલે હજુ સુધી તેમના રિલેશનશીપ અંગે ખુલ્લીને કોઇ પ્રતિક્રિયા આપી ન હોય. પરંતુ તેમની પ્રેમની ખબર જગજાહેર થઇ ગઇ છે. બંનેએ સાથે ‘શેરશાહ’માં ફિલ્મમાં કામ કર્યું છે.
મળતી માહિતી અનુસાર ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટોપ એક્ટર્સમાંથી છે. ત્યારે આ ફેમસ કપલ (Famous Couple) ને લઇ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કપલના મેરેજ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેર પેલેસ હોટલ (Jaisalmer Palace Hotel) માં લગ્ન કરશે. આ લગ્નમાં પરિવારની સાથો સાથ બોલિવૂડની ઘણા સિતારાઓ સામેલ થવાની સંભાવના છે. સિદ્ધાર્થ-કિયારાની ભવ્ય ગ્રૈન્ડ વેડિંગ કડક સુરક્ષા વ્યવસ્થા સાથે થશે.
સૂત્રો અનુસાર કિયારા-સિદ્ધાર્થના લગ્નની રશમો 4 ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. પીઠી, મહેંદી તેમજ સંગીત સમારોહ 5 ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઇ જશે. 6 ફેબ્રુઆરીનો રોજ આ સ્ટાર જોડી સપ્તપદીના વચન લેશે.
ઉલ્લેખનીય છે કે, કપલના લગ્નની અફવાઓ વચ્ચે તેમના બ્રેકઅપની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. પંરતુ નવા વર્ષના ખાસ અવસર પર બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જે બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, બંને એકસાથે વેકેશન પર છે. કપલના લગ્નના સમાચાર સાંભળીને તેમના પ્રશંસકો ખુશહાલ થઇ ગયા છે.
આ પણ વાંચો: પ્રભાસએ ક્રિતિ સેનન સંગ ડેટિંગની અફવા પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી, કહ્યું ‘મેડમ’
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રેમ સંબંધની અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં કપલના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. ત્યારે
વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા સ્પાઇ-થ્રિલર ‘મિશન મજનૂ’ (Mission Majnu) ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandana) મહત્વની ભૂમિકામાં નજર આવશે. તેમની આ ફિલ્મ નેટફ્લિક્સ ((Netflix)) પર રિલીઝ થશે. આ સિવાય સિદ્ધાર્થ ફિલ્મ ‘યોદ્ધા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી અને રાશિ ખન્ના છે. આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ‘ઇન્ડિયન પોલિસ ફોર્સ’માં પણ નજર આવશે. તો કિયારા અડવાણી (Kiaara Advani) ફિલ્મ ‘સત્યપ્રેમની કહાણી’ અને RC 15માં નજર આવશે.