Kiara Advani Joined War 2 Cast: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ‘વોર 2’માં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. મળતી માહિતી અનુસાર હ્રિતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શનથી ભરપૂર ફિલ્મ ‘વોર 2’ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ માટે આદિત્ય ચોપરાએ કિયારા અડવાણીને કાસ્ટ કરી છે.
આદિત્ય ચોપરા ‘વોર 2’ને એક્શન એન્ટરટેનર બનાવવાના પ્રયાસમાં છે. ત્યારે આ એકશન ફિલ્મમાં કિયારા, જૂનિયર એનટીઆર અને હ્રિતિક રોશનને એક સાથે મોટા પડદા પર જોવા એ દર્શકો માટે ડબલ ધમાકાથી કંઇ ઓછું નથી. વોર 2’ વર્ષ 2019માં રિલીઝ થયેલી ‘વોર’ની સિક્વલ છે જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જેમાં ટાઇગર શ્રોફે રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
મહત્વનું છે કે, કિયાર અડવાણી ટૂંક સમયમાં વ્યાપક લોકપ્રિયતા મેળવી છે. તેમજ તે પોતાની 8 વર્ષની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને 7 હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળી હતી અને હવે તે તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઇને જોરશોરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.





