કિયારા અડવાણી નું જોરદાર કમબેક! ઓરેન્જ વન પીસમાં અદભુત ફોટોઝ કર્યા શેર, જુઓ

કિયારા અડવાણીએ તાજતેરમાં ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ફોટોઝ શેર કર્યા છે, તે ઓરેન્જ કલરના ડ્રેસમાં એકદમ સુંદર દેખાઈ રહી છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, "મમ્માઝ નાઇટ આઉટ…" તેના ચાહકો આ ફોટા માટે તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Written by shivani chauhan
December 10, 2025 16:00 IST
કિયારા અડવાણી નું જોરદાર કમબેક! ઓરેન્જ વન પીસમાં અદભુત ફોટોઝ કર્યા શેર, જુઓ
કિયારા અડવાણી લેટેસ્ટ ફોટા મનોરંજન સિદ્ધાર્થ મલ્હોત્રા મુવીઝ । Kiara Advani latest photos Mamas night out orange outfit look

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) એ પોતાની પુત્રી સારાયા મલ્હોત્રાને જન્મ આપ્યા પછી પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા છે. તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે નાઇટ આઉટના સ્ટાઇલિશ ફોટા શેર કર્યા છે. આ ફોટા તેના જોરદાર કમબેકને ચિહ્નિત કરે છે.

કિયારા અડવાણી લેટેસ્ટ ફોટોઝ

કિયારા અડવાણીએ તાજતેરમાં ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ફોટોઝ શેર કર્યા છે, તે ઓરેન્જ કલરના ડ્રેસમાં એકદમ સુંદર દેખાઈ રહી છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, “મમ્માઝ નાઇટ આઉટ…” તેના ચાહકો આ ફોટા માટે તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

કિયારા અડવાણીની પોસ્ટ પર ચાહકોની કમેન્ટ

કિયારાના ચાહકો આ ફોટા જોઈને ખૂબ જ ખુશ છે અને કમેન્ટમાં પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “આપણી ‘કી’ પાછી આવી ગઈ છે,” બીજાએ લખ્યું, “સરાયાની સુંદર મમ્મી,” અને બીજાએ લખ્યું, “વાહ, જૂની કિયારા પાછી આવી ગઈ છે.”

કિયારા અડવાણી બેબી નામકરણ

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ તેની દીકરીનું નામકરણ તાજતેરમાં કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટમાં તેની બાળકીનું નામ શેર કર્યું છે. કિયારા અને સિદ્ધાર્થે તેની પુત્રીના પગ પકડેલા ફોટા શેર કર્યા છે.

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ પોસ્ટ કરીને કેપ્શન લખ્યું કે “અમારી પ્રાર્થનાઓ, અમારા દૈવી આશીર્વાદ, અમારી રાજકુમારી છે, સારાયા મલ્હોત્રા, सरायाह मल्होत्रा”.

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 15 જુલાઈ, 2025 ના રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રીના નાના વૂલન મોજાંનો ફોટો શેર કર્યો અને તેનું નામ “સારાયા મલ્હોત્રા” જાહેર કર્યું હતું.

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા લવ સ્ટોરી

કિયારા અને સિદ્ધાર્થ પહેલી વાર “લસ્ટ સ્ટોરીઝ” પાર્ટીમાં મળ્યા હતા. તેમણે 2021 ની ફિલ્મ “શેરશાહ” માં સાથે કામ કર્યું હતું, જ્યાં તેમની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમણે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતા. ચાહકો હવે કિયારાની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. કિયારા કન્નડ અભિનેતા યશની ફિલ્મ “ટોક્સિક” માં જોવા મળી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ