બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એક હેન્ડસમ પિતા બનશે. આ કપલેએ તેમના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી અને જાહેરાત કરી કે ટૂંક સમયમાં તેમના ઘરમાં કિલકારીઓ ગૂંજશે. સ્ટાર્સે એક સુંદર તસવીર પણ શેર કરી હતી. અહીં જુઓ
કિયારા અડવાણી પ્રેગ્નેન્સી
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ સોશિયલ મીડિયા પર પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. આ કપલેએ પોતાના હાથમાં બેબી મોજાંનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “અમારા જીવનની સૌથી મોટી ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે”ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.
કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા ડેટિંગ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી ફેબ્રુઆરી 2023 માં રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. કિયારાએ લસ્ટ સ્ટોરીઝનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી આ કપલ પહેલી વાર એક પાર્ટીમાં મળ્યું હતું.
આ પણ વાંચો: માર્ચમાં પણ મનોરંજનનું ઘોડાપુર ! આ મુવીઝ અને વેબ સિરીઝ ઓટીટી પર થશે રિલીઝ
કોફી વિથ કરણમાં હાજરી દરમિયાન, કિયારાએ ખુલાસો કર્યો કે સિદ્ધાર્થે રોમના એક મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટમાં તેને પ્રપોઝ કર્યું હતું. એકટ્રેસ કહે છે, “તેણે એક પ્લાન બનાયો હતો. તેણે આ કેન્ડલલાઇટ ડિનર કર્યું હતું. અમે રાત્રિભોજન પછી પાછા જઈએ છીએ, અને તે મને ફરવા માટે ઉપર લઈ જાય છે. અમે ઉપર જઈએ છીએ અને અચાનક વાયોલિનવાદક ઝાડીઓમાંથી બહાર આવે છે અને નો નાનો ભત્રીજો ઝાડીઓ પાછળથી અમારો વિડિઓ લઈ રહ્યો છે. પછી સિદ્ધાર્થ એક ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરે છે. મને તે રાત્રે આની અપેક્ષા નહોતી તેથી હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી, મેં કંઈ કહ્યું નહીં.’
અભિનેતાએ આગળ કહ્યું, ‘તે સ્પીચ પછી તેમને ખબર નથી પડતી કે મને શું કહેવું અને તેઓ શેરશાહની પંક્તિઓ કહેવાનું શરૂ કરે છે. તેઓ ‘દિલ્લી કા સીધા સદા લૌંડા હું’ જેવા છે, અને તેમણે ફિલ્મમાં મને જે કહ્યું, શેરશાહનો આખો ડાયલોગ. અને પછી હું ખુબજ હસી હતી.’





