Kiara Advani : બોલિવૂડની ટોપ અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર અભિનેત્રી કિયારા અડવાણી હાલ તેની અપકમિંગ મુવી ‘સત્યપ્રેમ કી કથા’ને લઇને જોરશોરથી ચર્ચામાં છે. અભિનેત્રી હાલ ‘સત્યપ્રેમ કી કથા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી સાથે તેનો જોડીદાર કાર્તિક આર્યન છે. આ વચ્ચે કિયારા અડવાણીને લઇને એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે તે પ્રેગનન્ટ છે. કે કિયારાએ આ બાબતે પોતાના તરફથી કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કિયારા અડવાણીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો પરથી હકીકત સામે આવે છે.
કિયારા અને કાર્તિકે તાજેતરમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે હાલમાં જયપુર પહોંચ્યા હતા. તે દરમિયાનની તેમની એક તસવીર વાયરલ થઇ છે. જેમાં કિયારાએ પ્લાઝો, જેકેટ અને ક્રોપ ટોપ પહેર્યું છે. પરંતુ આ તસવીરમાં અભિનેત્રીનું બહાર નીકળેલું પેટ જોવા મળી રહ્યું છે. ઇન્ટરનેટ પરની આ તસવીરે ખળભળાટ મચાવી દીધો છે. તે માતા બનવાની છે તેવી ચર્ચા થઇ રહી છે.

હવે આ મુદ્દે શું હકીકત છે તેની ચકાસણી કરીએ તો કિયારા અડવાણીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવીનતમ તસવીરો શેર કરી છે. જેમાં કિયારા અડવાણી પેરોટ કલરના બેકલેસ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
આ લૂકમાં કિયારાએ વિવિધ આકર્ષક પોઝ આપ્યાં છે. આ તસવીરોમાં તો કિયારાનું બહાર નીકળેલું પેટ દેખાતું નથી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેર સ્થિત સુર્યગઢ પેલેસમાં શાનદાર લગ્ન કર્યા હતા.
‘સત્યપ્રેમ કી કથા’ NGE અને Namah Pictures વચ્ચેના વિશાળ સહયોગને ચિહ્નિત કરે છે. રસપ્રદ વાત એ છે કે, કિશોર અરોરા અને દિગ્દર્શક સમીર વિદ્વાંસ સાથે સાજીદ નડિયાદવાલા અને શરીન મંત્રી કેડિયાએ તેમની ફિચર ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





