Kiara Advani News Today : બોલિવૂડનું મોસ્ટ લવેબલ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમર ખાતે સૂર્યગઢ પેલેસમાં લગ્નગ્રંથિથી જોડાઇ ગયા છે. આ સાથે તેમના પ્રેમને મંઝિલ મળી ગઇ. શું તમે જાણો કિયારા અડવાણીને તેની સાસુમાં અને સિદ્ધાર્થ મલ્હોત્રાની માતાને ઇમપ્રેસ કરવા માટે શું કરવું પડ્યું હતું? આ રસપ્રદ કિસ્સો ચટાકેદાર પાણીપુરી સાથે જોડાયેલો છે. જી હાં ! હવે તમને એ પ્રશ્ન ઉઠ્યો હશે કે આમાં પાણીપુરી ક્યાંથી આવી ? તો ચલો જાણીએ કિયારા અડવાણીએ કેવી રીતે તેના સાસુમાંને ઇમપ્રેસ કર્યા હતા.
કિયારા અડવાણીએ સાસુમાને આ મસ્કો માર્યો
મિર્ચી પ્લસ સાથેની વાતતીચમાં કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, ‘મારા સાસુને પાણીપુરી બહુ જ પ્રિય છે. તેઓ હાલ અમારી સાથે મુંબઇમાં રહે છે. મને ખ્યાલ હતો કે તેમને પાણીપુરી બહુ જ પસંદ છે. તેથી મેં તેમને કહ્યું કે, આજે હું ઘરે જ પાણીપુરી બનાવીશ, જે મસ્કો માર્યો છે’.
હું ભાગ્યશાળી છું કિયારા અડવાણી
કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે કહ્યું હતું કે,’ઘર બે લોકોથી બને છે. હું ખુબ જ ભાગ્યશાળી છું, જે મારા જીવનસાથી છે અને જેમની સાથે મેં આખી જિંદગી વિતાવવાનો નિર્ણય લીધો છે, તેઓ મારા સૌથી સારા મિત્ર પણ છે. મારા માટે તેઓ જ બધું છે. તેઓ મારું ઘર છે. અમે જ્યાં પણ હોય મારા માટે તો મારું ઘર તે જ છે’.
વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી સાથે કાર્તિક આર્યન પણ મહત્વની ભૂમિકામાં નજર આવી રહ્યો છે. ‘સત્યપ્રેમ કી કથા’ એક રોમેન્ટિક કહાની પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઠીક પ્રદર્શન કર્યું છે.





