scorecardresearch

Kirtidan Gadhvi: કિર્તીદાન ગઢવીના ડાયરામાં જમાવટ, રૂ.50 લાખ રૂપિયાનો થયો વરસાદ, જુઓ વીડિયો

Kirtidan Gadhvi: કીર્તિદાન ગઢવીનો તાજેતરમાં એક વીડિયો (Kirtidan gadhvi latest viedo) સોશિયલ મીડિયા પર બૂલેટગતિએ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કિર્તીદાન અઢળક ગાંઘી છાપ નોટો વચ્ચે જોવા મળે છે.

Kirtidan Gadhvi: કિર્તીદાન ગઢવીના ડાયરામાં જમાવટ, રૂ.50 લાખ રૂપિયાનો થયો વરસાદ, જુઓ વીડિયો
કિર્તીદાન ગઢવી પર પૈસાનો વરસાદ

ગુજરાતના નવસારી જિલ્લામાં ભજન ગાયકો પર નોટોનો વરસાદ થયો હોય તેવા સમાચાર સામે આવ્યાં છે. આ નોટોનો વરસાદ સામાન્ય નથી. તમે જાણીને ચોંકી ઉઠશો કે ભજન ગાતી વખતે ભજન ગાયક પર એક-બે લાખ નહીં પરંતુ અંદાજે 50 લાખ ઉડાવવામાં આવ્યાં છે. જે અંગે કલાકાર કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) એ ANIને જણાવ્યું હતું કે, સુપા ગામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ સંબંધિત ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 40થી 50 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

નવસારી જિલ્લાના સુપા ગામમાં આયોજીત ભજનના કાર્યક્રમમાં લોક ગાયક તેમના ભજનોની પ્રસ્તુતિ કરી રહ્યા હતા. આ ભજનો સાંભળી તેનાથી એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેના સન્માનમાં પાણીની જેમ પૈસા વહાવી રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થનારી તસવીરોમાં જોઇ શકાય છે કે, ગાયકોને બેસવા માટે એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેઓ આ મંચ પર બેસીને પોતાની રજૂઆતો આપી રહ્યા છે. આ મંચ પર ગાયકોની સાથે સાથે વિવિધ વાદ્યોના વાદકો પણ બેઠા છે. તસવીરમાં જોવા મળે છે કે ગાયકની નજીક જઈ રહેલ વ્યક્તિ હાથ વડે નોટોનો વરસાદ કરી રહ્યો છે. ગાયક પાસે નોટોનો ઢગલો છે.

View this post on Instagram

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial)

સોશિયલ મીડિયા પર આ વીડિયોની ધૂમ

આપને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા વર્ષ 2018માં અમદાવાદ શહેરમાં કીર્તિદાન ગઢવીના એક કાર્યક્રમમાં લોકોએ ખૂબ પૈસા આપ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વામી નારાયણ ગુરુકુલ વસંત પંચમી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભજન ગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન લોકોને ગઢવીનું ગીત એટલું ગમી ગયું કે આ લોક ગાયક પર 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પ્રકારની બીજી ઘટના

આ પહેલીવાર નથી કે ગુજરાતમાંથી આવો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ગુજરાતના વલસાડમાં સ્થાનિક લોક ગાયક પર આયોજિત ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોએ નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

આ પણ વાંચો: Good bye 2022: બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ છતાં બંપર કમાણી

આ મામલે વિવાદ

મળતી માહિતી મુજબ, ગાયક પર લગભગ 50 લાખ રૂપિયાનો નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જે પછી સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. તે જ સમયે, જે તાજેતરનો વીડિયો સામે આવ્યો છે તેમાં, કાર્યક્રમ દરમિયાન ગાયક પર 100-200 અને 500 રૂપિયાની નોટો લૂંટવામાં આવી રહી છે.

Web Title: Kirtidan gadhvi latest dayro kamo viral video gujarati artists list news

Best of Express