scorecardresearch

કિસી કા ભાઇ કિસી કી જાન હવે આ તારીખે થશે રિલીઝ, શહેનાઝ ગીલના વીડિયોમાં થયો ખુલાસો

Kisi Ka Bhai Kisi Ki Jaan Release Date: શહનાઝ ગીલે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ઇદ પર જ રિલીઝ થશે.

સલમાન ખાન ફોટો
સલમાન ખાન ફાઇલ તસવીર

Kisi Ka Bhai Kisi Ki Jaan Release Date: ભાઇજાન સલમાન ખાનની આગામી ફિલ્મ સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ની રિલીઝ ડેટને લઇને ઘણી મૂંઝવણ છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે અભિનેત્રી શહનાઝ ગીલની એક પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલરની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝ ડેટને લઈને મેકર્સ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બસ એટલું જ જાણી લો કે સલમાન ખાનનો જલવો ફેન્સને આવતા મહિને ઈદ પર સિનેમાઘરોમાં જોવા મળશે. ગૂગલ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝ ડેટ 21 એપ્રિલ બતાવી રહ્યું છે, પરંતુ શહનાઝ ગીલે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં શહનાઝ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ સિદ્ધાર્થ નિગમ અને રાઘવ જુયાલ સાથે ‘જી રહે ધ હમ’ ગીત પર મસ્તી કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે શહેનાઝે આ વીડિયોની નીચે કેપ્શનમાં લખ્યું છે કે “30 ડે ટુ કિસી કા ભાઈ કિસી કી જાન” મતલબ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાન ખાનની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. આવતા મહિને 24 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો: ટાઇગર શ્રોફ અને સારા અલી ખાન વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યુ છે? એક ટ્વીટમાં દાવો

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ગીતો રિલીઝ પહેલા જ હિટ સાબિત થયા છે. ફિલ્મના ‘નઈયો લગદા, બિલ્લી બિલ્લી અને જી રહે ધ હમ’ ગીતો આ દિવસોમાં ચાહકોના હોઠ પર છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ પછી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આ વર્ષે બમ્પર હિટ બની શકે તેવી આશા પણ રાખી શકાય.

Web Title: Kisi ka bhai kisi ki jaan trailer release date salman khan news

Best of Express