Aashiqui 3 : આદિત્ય રોય કપૂરએ ‘આશિકી 3’માં તેના સ્થાને કાર્તિક આર્યનને ફાઇનલ કરવા અંગે આપી પ્રતિક્રિયા, કહ્યું, ‘હું ભૂત બનીને તેને…’

koffee with karan 8 latest episode : આદિત્ય રોય કપૂરની આશિકી 2 સફળતા થયા પછી નિર્માતાઓ હવે આશિકી 3 લાવી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના લીડ એક્ટર તરીકે કાર્તિક આર્યનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. હવે કોફી વિથ કરણમાં 8ના લેટેસ્ટ એપિસોડમાં આદિત્ય રોય કપૂરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Written by mansi bhuva
December 14, 2023 13:48 IST
Aashiqui 3 : આદિત્ય રોય કપૂરએ ‘આશિકી 3’માં તેના સ્થાને કાર્તિક આર્યનને ફાઇનલ કરવા અંગે આપી પ્રતિક્રિયા, કહ્યું, ‘હું ભૂત બનીને તેને…’
આદિત્ય રોય કપૂરએ 'આશિકી 3'માં તેના સ્થાને કાર્તિક આર્યનને ફાઇનલ કરવા અંગે આપી પ્રતિક્રિયા

Koffee With Karan 8 Latest Episode : કરણ જોહરનો લોકપ્રિય શો કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ એપિસોડમાં બોલિવૂડના હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂર અને અર્જૂન કપૂર મહેમાન બન્યા હતા. ત્યારે કરણ જોહરે આદિત્ય રોય કપૂરને ‘આશિકી 3’ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. મહત્વનું છે કે, ‘આશિકી 3’માં કાર્તિક આર્યનને આદિત્યના સ્થાન પર ફાઇનલ કરવામાં આવ્યો છે.

‘આશિકી 2’માં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી હતી.

આશિકી 2ની સફળતા બાદ મેકર્સ હવે ‘આશિકી 3’ લાવી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના લીડ એક્ટર તરીકે કાર્તિક આર્યનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ એપિસોડમાં હોસ્ટ કરણ જોહર આદિત્ય રોય કપૂર પાસેથી ફિલ્મ વિશે તેમનો અભિપ્રાય જાણવા માંગતો હતો.

કરણ જોહરે આદિત્ય રોય કપૂરને પૂછ્યું કે, આશિકી 3 માં અન્ય કોઈને કાસ્ટ કરવામાં આવ્યો કેવું લાગી રહ્યું છે? જ્યારે કોઈ તમારી ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જાય છે ત્યારે કેવું લાગે છે?”

આદિત્ય રોય કપૂરે આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, “તેમને લાગે છે કે કાર્તિક આર્યન આ ફિલ્મ માટે પરફેક્ટ છે. અભિનેતાએ કહ્યું, “ફિલ્મમાં મારા હોવાની કોઈ શક્યતા ન હતી કારણ કે મારા પાત્રનું બીજા ભાગમાં મૃત્યુ થાય છે, જ્યાંથી તે પાછો આવી શકતો નથી.” આ વચ્ચે અર્જૂન કપૂરે આદિત્ય રોય કપૂરની વેબ સીરિઝ ‘ધ નાઇટ મેનેજર’ ને યાદ કરીને કટાક્ષ કર્યો કે તે આ પછી નાઇટ મેનેજર બની ગયો.

આ પણ વાંચો : Raj Kapoor : દિવગંત અભિનેતા રાજ કપૂરના જીવનના રસપ્રદ કિસ્સા, આ એક્ટ્રેસના પ્રેમમાં પોતાની જાતને સળગાવી…

વધુમાં આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે, “તો મને લાગે છે કે તે બહુ સારું છે. હું મરી ગયો છું. હવે હું ક્યાં પાછો આવીશ? મારો આત્મા પાછો આવશે.” કરણ જોહરે મજાકમાં કહ્યું, “તે કાર્તિક આર્યનને પરેશાન કરશે.” આ પછી આદિત્યએ કહ્યું, “હા, તે કાર્તિક આર્યનને પરેશાન કરી રહ્યો છે. તે વિલન છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ