Kriti Sanon : બોલિવૂડની પરમસુંદરી કૃતિ સેનન હાલમાં સિક્રેટ વ્યક્તિ સાથે જોવા મળી ત્યારથી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં એવો દાવો કરાયો છે કે, કૃતિ સેનન લંડનના રસ્તાઓ પર તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળી હતી.
આ તસવીર જોયા પછી લોકોમાં એ કૂતુહલ જાગ્યું કે આ મિસ્ટ્રી બોય કોણ છે? લોકોએ એવી અટકળ લગાવી કે કૃતિનો હાથ પકડેલ આ વ્યક્તિ કબીર બહિયા છે. કૃતિ સેનન ઇન્સ્ટાગ્રામ પર કબીર બહિયાને ફોલો પણ કરે છે.

આ તસવીર જોતાં સોશિયલ મીડિયા યૂઝર્સે વિવિધ પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે કહ્યું કે, કૃતિ સારી છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, કબીર બહિયાની ઉંચાઇ સારી છે, આખરે કૃતિને તેની મેચ મળી ગઇ.
રસપ્રદ વાત એ છે કે, કબીર બહિયાનું દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની સાથે ખાસ સંબંધ છે. ધોનીની પત્ની સાક્ષી વારંવાર કબીર સાથે તસવીરો પોસ્ટ શેર કરતી હોય છે. કબીર બહિયા બ્રિટનમાં રહે છે.
કબીર બહિયા અંગે વાત કરીએ તો તે યુકે સ્થિત કરોડપતિ બિઝનેસમેન છે. હવે હાલમાં આ બિઝનેસમેન સાથે કૃતિ રિલેશનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે, કૃતિ સેનન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસના ડેટિંગની ચર્ચા ચાલતી હતી.





