scorecardresearch

ખુશ્બૂ સુંદરનો ચોંકાવનારો ખુલાસો! 8 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું

સાઉથની જાણીતી અભિનેત્રી અને રાજનેતા ખુશ્બુ સુંદરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ખુશ્બૂ સુંદર
ખુશ્બૂ સુંદર

બીજેપી નેતા અને અભિનેત્રી ખુશ્બૂ સુંદર અવારનવાર ચર્ચામાં રહે છે. ખુશ્બૂ સુંદર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે હિંદી ફિલ્મ ધ બર્નિંગ ટ્રેન (1980)થી એક બાળ કલાકારના રૂપમાં તેની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેણે ઘણી તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે. તાજેતરમાં જ તેમને મહિલા આયોગના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. ત્યારે ખુશ્બૂ સુંદરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અભિનેત્રીએ હાલમાં જ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે, જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેનું શારીરિક અને જાતીય શોષણ કર્યું હતું. એક્ટ્રેસના આ ખુલાસા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે.

અભિનેત્રી અને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય ખુશ્બુ સુંદરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મને લાગે છે કે જ્યારે દુરવ્યવહાર કરવામાં આવે છે, ત્યારે તે બાળકને આખી જીંદગી માટે ડરાવે છે અને તે છોકરી છે કે છોકરો તેનાથી કોઈ ફરક પડતો નથી. મારી માતા સૌથી અપમાનજનક લગ્નમાં રહી છે. મારા પિતાએ ન માત્ર તેની પત્ની પરંતુ તેના બાળકોને પણ બક્ષ્યા નથી. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે મારું જાતીય શોષણ શરૂ થયું હતું. જ્યારે હું 15 વર્ષની થઇ તો મારી પાસે એટલી હિંમત હતી કે તેની સામે અવાજ ઉઠાવી શકું.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘માંએ તે વાતાવરણ જોયું હતું જ્યાં કંઇ પણ થઇ જાય, પરંતુ ‘મારા પતિ મારા ભગવાન છે’ એવી વિચારધારા હતી. તેથી જ મને ડર હતો કે મારી માતા મારી વાત માનશે કે નહીં. પરંતુ 15 વર્ષની ઉંમરે એ હદે પાર થઇ ગઇ હતી કે, મેં હિંમત જૂટાવીને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.અમારી પાસે કંઈ ન હતું અને અમારા પિતાએ અમને છોડી દીધા. અમને એ પણ ખબર ન હતી કે ખાવાનું નસીબ થશે કે નહીં. મારું બાળપણ મુશ્કેલભર્યું હતું. પરંતુ મેં મારી હિંમતથી તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો.

આ પણ વાંચો: શીઝાન ખાનએ તુનિષા શર્મા આત્મહત્યા કેસ મામલે આપી પ્રતિક્રિયા, ‘આજે તે જીવિત હોત તો’…

ઉલ્લેખનીય છે કે, ખુશ્બુ સુંદર વર્ષ 2010માં રાજકારણમાં પ્રવેશી હતી. ત્યારબાદ તે વર્ષ 2014 સુધી ડીએમકેમાં રહી. વર્ષ 2014માં સોનિયા ગાંધીને મળ્યા બાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને વર્ષ 2020માં પીએમ મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ હતી.

Web Title: Kushboo sundar sexually absued latest news political career

Best of Express