Lok sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : શું માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી કરશે? આ પક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડે તેવી અટકળ તેજ

Lok sabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ મામલે ઉંડાણપૂર્વક માહિતી અહેવાલમાં વાંચો.

Lok sabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ મામલે ઉંડાણપૂર્વક માહિતી અહેવાલમાં વાંચો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Election 2024| Madhuri Dixit| Madhuri Dixit Entery In Politics| Lok sabha election Madhuri Dixit| Lok sabha Election 2024 Update

Loksabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.

Madhuri Dixit : લાખો-કરોડો દિલોની ધડકન માધુરી દીક્ષિત (Madhuri Dixit) અવાર-નવાર સમાચારોમાં રહે છે. તેના ડાન્સ અને એક્ટિંગથી દરેક લોકો પ્રભાવિત છે. અભિનેત્રી ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેને સંબંધિત નાના અપડેટ પણ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઘણી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ દેખાડનારી એક્સપ્રેસન ક્વીન ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે. જો કે અભિનેત્રી કે કોઈ રાજનેતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

સૂત્રોનું માનીએ તો માધુરી દીક્ષિત લાંબા સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં છે. તેમજ માધુરીને ઉત્તર મુંબઈ અથવા ઉત્તર પશ્ચિમ મુંબઈથી ચૂંટણી લડવા માટે ટિકિટ મળી શકે છે. મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા માધુરી દીક્ષિત અને અમિત શાહની મુલાકાત પણ થઈ હતી. તે સમયે પણ તેમના ભાજપમાંથી ચૂંટણી લડવાની અટકળોએ વેગ પકડ્યો હતો.

https://www.instagram.com/p/CzrPYAbs3AQ/

ગઈકાલે 17 નવેમ્બરે માધુરી દિક્ષિત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ જોવા પહોંચી હતી. આ વચ્ચે અભિનેત્રીની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે મુલાકાત થઇ હતી. એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ તેમની સાથે હતા. આ પ્રસંગે અભિનેત્રી સાથે બીજેપી નેતા આશિષ શેલાર પણ હાજર હતા.

Advertisment

માધુરી દીક્ષિતને રાજકારણીઓ સાથે જોઈને ફરી તેના રાજકારણમાં પ્રવેશને લઈને અટકળો તેજ થઇ છે. ઉલ્લેખનીય છે કે બીજેપી નેતા ગોપાલ શેટ્ટી ઉત્તર મુંબઈથી લોકસભા સાંસદ છે. ગોપાલ શેટ્ટી 2019ની ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકરને હરાવીને બીજી વખત સાંસદ બન્યા હતા.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો માધુરી દીક્ષિત રાજકારણમાં પ્રવેશ કરશે તો તે ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડશે. જોકે, આ સીટ શિવસેના અને શિંદે જૂથના ગજાનન કીર્તિકરના ખાતામાં છે. તેઓ અહીંથી સાંસદ સભ્ય છે.

ભાજપ આ બેઠક પરથી અભિનેત્રીને સીટ આપી શકે છે. સંજય નિરુપમ આ બેઠક માટે કોંગ્રેસના મોટા દાવેદાર છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા માધુરી દીક્ષિત પુણેથી પણ ચૂંટણી લડી રહી હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ અભિનેત્રીએ તે સમયે રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : Instagram: ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી સેલિબ્રિટીઝને કરોડોની કમાણી, વિરાટ કોહલીની કમાણી સૌથી વધુ; કેટરિના કેફ, દીપિકા પદુકોણ કેટલો ચાર્જ વસૂલે છે? જાણો

માધુરી દીક્ષિતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ધ ફેમ ગેમ'માં જોવા મળી હતી. માનવ કૌલ, સંજય કપૂર જેવા કલાકારો આ સીરિઝમાં તેમની સાથે હતા.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ