Loksabha Election 2024 Govinda Joins Shivsena : બોલિવૂડના પ્રચલિત અભિનેતા ગોવિંદા અંગે મોટા સમાચારા સામે આવ્યાં છે. ગોવિંદાએ ફરી રાજકારણમાં એન્ટ્રી કરી છે. ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેના પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો તેજ થઇ છે કે ગોવિંદા ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે રાજકારણમાં રસ દાખવી રહ્યા છે. જેની યાદી અમે તૈયાર કરી છે.

આ વખતે તેમને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર ઉમેદવાર છે. તેમની સામે ગોવિંદાને શિંદેજૂથ મેદાને ઉતારી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં ગોવિંદાની આ પ્રથમ ઈનિંગ નથી. વર્ષ 2004માં ગોવિંદા ઉત્તરી મુંબઈ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. ઉત્તરી મુંબઈ લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. જેમા બોરીવલી, દહિસર, મગાથેન કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર સામેલ છે.
થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યાં હતા કે, ભાજપે મંડીથી અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી છે અને તેમના નામની જાહેરાત થતા જ તે પ્રચારમાં લાગી ગઈ છે.
આ બોલિવૂડ સ્ટાર્સની રાજકારણમાં એન્ટ્રી
આમાં પહેલું નામ અમિતાભ બચ્ચનનું છે. એવું કહેવાય છે કે રાજીવ ગાંધીના કહેવા પર તેમણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. વર્ષ 1984માં અમિતાભે અલ્હાબાદથી ચૂંટણી લડી હતી, જેમાં તેઓ જીત્યા હતા. જો કે અમિતાભ બચ્ચને લગભગ ત્રણ વર્ષ પછી રાજકારણ છોડી દીધું.
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર રાજનીતિના ક્ષેત્રમાં પણ સામેલ છે. તેઓ રાજસ્થાનથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. આ પછી તેઓ ઘણા ઓછા એક્ટિવ રહેવાને કારણે રાજકારણ પણ છોડી દીધું.
હેમા માલિની
હેમા માલિનીએ વર્ષ 2004માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી અભિનેત્રી રાજકારણમાં સક્રિય છે. આ વર્ષે હેમા માલિની ભાજપ વતી મથુરાથી ચૂંટણી લડશે.
ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકરે વર્ષ 2019માં મુંબઈથી લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી દીધી છે.
રજનીકાંત
આ યાદીમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ સામેલ છે. વર્ષ 2018માં તેમણે રજની મક્કલ મંદરામ નામની તેમની નવી પાર્ટીની રચના કરી. પરંતુ થોડા વર્ષો પછી આ પાર્ટી બંધ થઈ ગઈ.
ગોવિંદા
આ યાદીમાં છેલ્લું નામ ગોવિંદાનું છે. પોતાની ફિલ્મોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યા બાદ તેણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. તેઓ કોંગ્રેસ વતી મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે 2008માં તેઓ રાજકારણથી દૂર થઈ ગયા હતા.
થલપતિ વિજય
ફિલ્મોમાં ધૂમ મચાવ્યા બાદ હવે સાઉથ એક્ટર થલપથી વિજયે પણ રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેણે હાલમાં જ પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી છે, જેનું નામ ‘તમિલાગા વેત્રી કઝગમ’ રખાયું છે. આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે તેઓ 2024માં લોકસભા ચૂંટણી લડવાના છે.
સરાજ હંસ
હંસરાજ હંસ વર્ષ 2009માં શિરોમણી અકાલી દળ પાર્ટીમાં જોડાયા હતા. જોકે આ પાર્ટી છોડીને તેઓ ફેબ્રુઆરી 2016માં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી તેઓ આ પાર્ટી છોડીને ડિસેમ્બર 2016માં ભાજપમાં જોડાયા હતા.
રાજેશ ખન્ના
રાજેશ ખન્નાનું 1991માં દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા. જો કે આ ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. રાજેશ ખન્ના ફરી એકવાર 1992માં યોજાયેલી પેટાચૂંટણી લડ્યા, જ્યાં તેઓ જીત્યા.
સની દેઓલ
બોલિવૂડમાં ધૂમ મચાવનારા સની દેઓલે વર્ષ 2014માં ભાજપ વતી ચૂંટણી પણ લડી હતી. તેઓ ગુરદાસપુરથી લોકસભા સીટ માટે ઉભા હતા, જે તેઓ જીત્યા હતા.





