Love And War | આલિયા ભટ્ટ ફિલ્મ લવ એન્ડ વોર શુટિંગ દરમિયાન વરસાદ વિલન

Love And War | સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર અને વિકી કૌશલ પણ જોવા મળશે, આ ફિલ્મ વર્ષ 2026 માં રિલીઝ થશે.

Written by shivani chauhan
Updated : October 17, 2024 11:35 IST
Love And War | આલિયા ભટ્ટ ફિલ્મ લવ એન્ડ વોર શુટિંગ દરમિયાન વરસાદ વિલન
Love And War | આલિયા ભટ્ટ અભિનિત લવ એન્ડ વોર ફિલ્મનું વરસાદને કારણે શુટિંગ અટક્યું

Love And War | સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તેની ફિલ્મ દેવદાસ, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને અન્ય જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ભણસાલીએ છેલ્લી વખત આ વર્ષની શરૂઆતમાં તેની ડેબ્યૂ સિરીઝ હીરામંડીઃ ધ ડાયમંડ બજારનું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મ નિર્માતા હવે તેના આગામી મોટા પ્રોજેક્ટ લવ એન્ડ વોર માટે (Love and War) તૈયારી કરી રહ્યા છે. આગમી ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે.

લવ એન્ડ વોર વિલંબિત? (Love and War delayed)

બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ, સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરનું શૂટિંગ બે મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું છે. ડેવલપમેન્ટની નજીકના એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે મુંબઈમાં વરસાદને કારણે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મના શૂટિંગ પર અસર પડી છે.

આ પણ વાંચો: Parineeti Chopra | પરિણીતી ચોપરા પતિ રાઘવ ચઢ્ઢા સાથે તુર્કીમાં, ફોટોઝ કર્યા શેર

લવ એન્ડ વોર નવેમ્બરના અંતમાં અથવા આ વર્ષના ડિસેમ્બરની શરૂઆતમાં શૂટ થશે. સેટના બાંધકામમાં કેટલાક સમયથી વિલંબ થયો હતો. કારણ કે જ્યારે ટીમે સેટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ મહિનાની શરૂઆતમાં વરસાદને કારણે થોડું નુકસાન થયું હતું.

આ દરમિયાન રિપોર્ટ મુજબમાં જણાવ્યું કે ભણસાલીને લવ એન્ડ વોરની સ્ક્રિપ્ટ અને મ્યુઝિક પર કામ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. દિગ્દર્શક મુખ્ય કલાકારો, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે અન્ય કલાકરો પણ જોડાશે.

રિપોર્ટ અનુસાર ‘SLBએ YRF અને રેડ ચિલીઝ જેવા સ્ટુડિયો દ્વારા અનુસરવામાં આવતા મોડલને પસંદ કરીને લવ એન્ડ વોરને સેલ્ફ ફાયનાન્સ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલાં જ તેણે Netflix સાથે એક મોટા પોસ્ટ થિયેટ્રિકલ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.’

આ પણ વાંચો: Do Patti Trailer: સસ્પેન્સ-થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ ‘દો પત્તી’, કાજોલ અને કૃતિ સેનનનો દમદાર અભિનય

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની તેમની સંબંધિત ફિલ્મમાં સંજય લીલા ભણસાલી સાથેનો બીજો સહયોગ છે. આલિયાએ અગાઉ ભણસાલી સાથે 2022માં ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કર્યું હતું. 2007માં ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી રણબીરે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

જો કે, વિકી કૌશલે પહેલીવાર ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી સાથે હાથ મિલાવ્યા છે. લવ એન્ડ વોર 20 માર્ચ, 2026ના રોજ રીલિઝ થશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ