scorecardresearch

Madhuri Dixit: જ્યારે માધુરી દીક્ષિતનું ગીત ‘ચોલી કે પીછે’ વિવાદમાં ઘેરાયા બાદ દુરદર્શને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો ત્યારે…

Madhuri Dixit: માધુરી દીક્ષિત તેના યુગમાં હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. તેણે પોતાના અભિનય કૌશલ્ય, નૃત્ય, સ્મિત અને મોહક રીતભાતથી વિશ્વભરના લોકોના દિલો પર રાજ કર્યું છે.

Madhuri Dixit birthday
બોલિવૂડ અભિનેત્રી માઘુરી દીક્ષિત ફાઇલ તસવીર

આજે 15 મે, બોલિવૂડ દિવા માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. અભિનેત્રીના ચાહકો સોશિયલ મીડિયા પર તેમની પ્રિય ‘ધક ધક’ ગર્લને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. માધુરી તેના યુગમાં હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. તેણે પોતાના અભિનય કૌશલ્ય, નૃત્ય, સ્મિત અને મોહક રીતભાતથી વિશ્વભરના લોકોના દિલો પર રાજ કર્યું છે. માધુરીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ જબરદસ્ત ફેન-ફોલોઈંગ છે. માધુરી પર ફિલ્માવાયેલા તમામ ગીતો સુપરહિટ રહ્યા છે. તેમનું એક ગીત ‘ચોલી કે પીછે’ આજે પણ સૌથી વિવાદાસ્પદ ગીત છે. જ્યારે વર્ષ 1993માં રિલીઝ વખતે આ ગીત પર ઘણો હંગામો થયો હતો.

1993માં નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘ખલનાયક’ રીલિઝ થઈ હતી. ફિલ્મ પહેલા એક આઈટમ સોંગ ‘ચોલી કે પીછે’ રીલિઝ થયું હતું. આ ગીતના લેખક આનંદ બક્ષી છે. ગાયિકા અલકા યાજ્ઞિક અને ઇલા અરુણે તેને ગાયું હતું. તેનું કોરિયોગ્રાફ પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાને કર્યું હતું.

આ ગીત રિલીઝ થતાંની સાથે જ તેના ડબલ મીનિંગ લિરિક્સ અને માધુરીના સેક્સી ડાન્સ સ્ટેપ્સે આખા દેશને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. બધા આ ગીત સામે વાંધો ઉઠાવી રહ્યા હતા. માધુરીના નામ પર દેશમાં હંગામો મચી ગયો હતો. લોકોએ તાત્કાલિક તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. લગભગ 32 રાજકીય સંગઠનો અને રાજકીય નેતાઓએ પણ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ગીત દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, આ ગીત ઝડપથી વેચાયું અને એક અઠવાડિયામાં એક કરોડ કેસેટ વેચાઈ ગઈ. તે દિવસોમાં આ એક રેકોર્ડ માનવામાં આવતો હતો.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને ટ્રાફિક જામથી બચવા અજાણી વ્યક્તિની બાઇક પર લિફ્ટ લીધી, કહ્યું- ‘લોકો ખરાબ રીતે ડ્રાઇવ કરે છે ત્યારે ગુસ્સો આવે છે’

આ ફિલ્મમાં માધુરી ગંગા નામની છોકરીનો રોલ કરી રહી હતી. આવી સ્થિતિમાં લોકોએ તેના નામ અને આ આઈટમ સોંગ સામે ઘણો વાંધો ઉઠાવ્યો હતો. દેશભરમાં અનેક જગ્યાએ વિવાદો થયા અને માધુરીના નામને લઇને પણ પર અનેક વિવાદો થયા. ગીતની સાથે લોકોએ માધુરી પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તે સમયે ચાહકોની પ્રતિક્રિયા જોઈને માધુરી ખૂબ જ ડરી ગઈ હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોને સ્ટોરી અનુસાર ગીત પસંદ આવ્યું હતું. આજે પણ માધુરીનું આ આઈટમ સોંગ દરેક મેરેજ ફંક્શનમાં વાગતું જોવા મળે છે.

Web Title: Madhuri dixi birthday item song choli ke pichhe banned on doordarshan controversy

Best of Express