બોલિવૂડની ધક ધક ગર્લ દીક્ષિત સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત અને તેના પતિ ડો.શ્રીરામ માધવ નેનેએ સૌથી ઝડપી કારની યાદીમાં સામેલ પોર્શ ખરીદી છે. આ લકઝરી કારની કિંમત તમે જાણીને ચોંકી જશો.
સ્પોર્ટ્સ કારની કિંમત
ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસન ક્વિન માધુરી દીક્ષિત હંમેશા પોતાની અદ્ભૂત ડાન્સિંગ કળા અને ફેશન સ્ટાઇલને કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. ત્યારે હાલ યુટ્યુબ પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રીના પતિ ડો.નેને તેની સ્પોર્ટ્સ કાર ચલાવતા જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, આ સ્પોર્ટ્સ કારની કિંમત રૂપિયા 3.08 કરોડ છે અને તેઓએ 2023 992 Porsche 911 Turbo S મોડલ ખરીદ્યું છે.
આ સ્પોર્ટ્સ કારની વિશેષતા
આ કારમાં 3.8-લિટર 6-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 8-સ્પીડ PDK ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. આ એન્જિન 385 PS પાવર અને 450 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેની મદદથી 0-100 kmphની સ્પીડ 2.6 સેકન્ડમાં મેળવી શકાય છે અને તેની ટોપ સ્પીડ 330 kmph છે.
નોંધનીય છે કે, માધુરી દીક્ષિતે તાજેતરમાં તેના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, વડાપાવ કરતાં વધુ સારા સ્વાગત વિશે વિચારી ન શકાય!” તેમના આ ટ્વિટ પર ટિમ કુકે તેમનો આભાર માનતા લખ્યું. “મારા પ્રથમ વડાપાવનો પરિચય કરાવવા બદલ @madhuridixit તમારો આભાર – તે સ્વાદિષ્ટ હતો!”
ટિમ કૂક અને માધુરી દીક્ષિતની વાયરલ તસવીરમાં બંને વડાપાવની મજા લેતા જોવા મળે છે. બંનેના ચહેરા પર સ્મિત જોઈ શકાય છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ તેની તસવીર પર પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેમાંથી ઘણાએ રમુજી પ્રતિક્રિયાઓ આપી છે.
ભારતમાં દેશનો પહેલો એપલ સ્ટોર ઓપન
તમને જણાવી દઈએ કે ભારતમાં દેશનો પહેલો એપલ સ્ટોર આજે 18 એપ્રિલના રોદ ખુલવા જઈ રહ્યો છે. આ સ્ટોરનું નામ Apple BKC હશે.