બોલિવૂડની ધક ધક ગર્લ ગણાતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો પોતાનો આગવો ચાહકવર્ગ છે. માધુરી સોશિયલ મીડયા પર ખુબ એક્ટીવ હોય છે અને લેટેસ્ટ ડાન્સ ટ્રેન્ડને ફોલો કરતી હોય છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. પોતાના ડાન્સને કારણે લોકપ્રિય થયેલી માધુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો છે. જેમાં તે ‘ટમ ટમ’ સોંગના વાયરલ ડાન્સ ટ્રેન્ડને ફોલો કરતા તેના જબરદસ્ત ડાન્સ મૂવ દેખાડી રહી છે.
વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં માધુરી બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં દેખાઈ રહી છે. વર્ષ 2021ની એક્શન-ડ્રામા ફિલ્મ એનીમીના ગીત ‘ટમ ટમ’ પર ફુલ એનર્જી સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માધુરીએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.
આ વિડીઓ શેર કરતા માધુરીએ કેપ્શનમાં લખ્યું’ ‘Hoping on to the trend tum tum’.આ વીડિયો 3 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે અને 3 લાખ 56 હજારથી વધારે લાઈક મળી છે.
આ પણ વાંચો: સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગના રનૌતે સ્ટાર જોડીના કર્યા વખાણ
માધુરી દીક્ષિતનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો લગાવ કોઈથી છૂપાયેલો નથી. ત્રણ વર્ષની ઉંમરથી માધુરી દીક્ષિતે કથક શીખવાનું શરૂ કર્યું હતું અને આઠ વર્ષની ઉંમરે તેણે પહેલુ પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે રાજશ્રીની ફિલ્મ અબોધમાં કામ કરવાની તક મળી હતી. અબોધ તો ચાલી નહીં અને માધુરીએ પાછુ ભણવામાં ધ્યાન આપવા માંડ્યું.