આજકાલ ઇતિહાસ અને સાહસિક વિષયો પર ફિલ્મો બનાવી હવે કલાકારો માટે મુશ્કેલ રહ્યું નથી. લોકપ્રિય અભિનેત્રી માઘુરી દીક્ષિત તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મજા માં’ને લઇ ખુબ ચર્ચામાં છે. માધુરી દીક્ષિતની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ મજા માં માં માધુરી દીક્ષિત પલ્લવી પટેલી ભૂમિકામાં નજર આવે છે. જે એક સમલૈંગિક સ્ત્રી છે જે તેના વ્યક્તિત્વને ટકાવી રાખવા માટે પડકારોની સામનો કરે છે. આ સાથે તે તેના પરિવારને પણ એક સાથે રાખવા માટે સતત પ્રયત્નો કરે છે.
માધુરી દીક્ષિતે આ વર્ષના પ્રારંભમાં નેટફ્લિક્સની સીરિઝ ‘ધ ફેમ ગેમ’થી ઓટીટીમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ઓટીટીની જબરી ધૂમ છે. ખાસ કરીને આજની પેઢીમાં ઓટીટીનું વર્ગાળ છે. એવામાં અભિનેત્રી માધુરી દીક્ષિતે 90ના દાયકા અંગે જણાવ્યું હતું કે, ‘ત્યારે સમય ઘણો અલગ હતો’. આ ઉપરાંત માધુરી દીક્ષિતે ઓટીટીના ફાયદા વિશે જણાવતા કહ્યું હતું કે, ‘ઓટીટીના આગમનથી, સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ કરવામાં આવતી અડચણો વિશે વિચાર્યા વગર વિવિધ પ્રકારની ગાથાઓ ખુલીને દર્શાવી શકાઇ છે. ઓટીટી પર તમારો મત અને તમારા પસંદનો વિષય રજૂ કરવાની સ્વતંત્રતા મળે છે’.
માધુરીએ વધુમાં કહ્યું હતું કે, ‘આજે નિર્માતાઓ વૈશ્વિક લેવલના દર્શકો માટે ગાથાઓ શોધે છે. કારણ કે આજકાલ ઓટીટી પર લોકો વિશ્વભરના અલગ અલગ વિષયોની ફિલ્મો અને સીરિઝ જોવે છે. જેના કારણે ભારતના ફિલ્મ નિર્માતાઓને ખુલ્લીને સાહસિક ફિલ્મો અને પોતાના મંતવ્ય પ્રગટ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે’.
મજા માં ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, રજિત કપૂર તેમજ શીબા ચડ્ડા તથા સિમોન સિંહ સહિત નિનાદ કામત મહત્વની ભૂમિકા નિભાવતા નજર આવે છે.
આ પણ વાંચો: Thank God : રકુલ પ્રીત સિંહ અમદાવાદની મુલાકાતે, શેર કરી પોતાની ‘થેન્ક ગોડ’ મોમેન્ટ
માધુરી દીક્ષિતે તેના પ્રશંસકો વિશે કહ્યું હતું કે, ‘મારા અલગ પ્રશંસકો છે. જે હંમેશા મને જોવાનું પસંદ કરે છે. અમે જ્યારે આ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતુ ત્યારે અમારો ઇરાદો ખુબ જ સંવેદનશીલતા અને શાલીનતા સાથે બનાવવાનું હતું. મારી આ ફિલ્મમાં ભૂમિકા નિભાવવાથી વધુમાં લોકો સુધી મારો સંદેશો પહોંચશે તો મને અત્યંત ખુશી થશે’.