Maggie Smith Death: હેરી પોટર ફિલ્મના પ્રોફેસર મિનર્વા મૈકગોનાગલ મેગી સ્મિથનું નિધન

Maggie Smith Pass Away: મેગી સ્મિથ ઉમદા અભિનેત્રી હતા. જેઓ ઉત્કૃષ્ઠ અભિનય માટે જાણીતા હતા. જેમણે એકેડેમી એવોર્ડ, બ્રિટિશ એકેડેમી (BAFTA) સહિત અનેક એવોર્ડ જીત્યા હતા.

Written by Ajay Saroya
September 27, 2024 20:01 IST
Maggie Smith Death: હેરી પોટર ફિલ્મના પ્રોફેસર મિનર્વા મૈકગોનાગલ મેગી સ્મિથનું નિધન
Maggie Smith Pass Away: મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. (Photo: Social Medai)

Maggie Smith Pass Away: મેગી સ્મિથનું 89 વર્ષે નિધન થયું છે. તેઓ ડાઉનટન એબીમાં ગ્રાન્થમના ડોવગર કાઉન્ટેસ તરીકે અને હેરી પોટર ફિલ્મોમાં પ્રોફેસર મિનર્વા મેકગોનાગલની ભૂમિકા ભજવી પ્રખ્યાત થયા હતા. તેમના નિધનથી મેગી સ્મિથ અને હેરી પોટર ફિલ્મના ચાહકોમાં શોક છવાઇ ગયો છે.

મેગી સ્મિથના પુત્રો ક્રિસ લાર્કિન અને ટોબી સ્ટીફન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શુક્રવારે સવારે લંડન સ્થિત હોસ્પિટલ ખાતે સ્મિથનું નિધન થયું છે. માતાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં સંદેશ પાઠવ્યો છે કે, તેઓ એમની પાછળ બે પુત્રો અને પાંચ પ્રેમાળ પૌત્રો છોડી ગયા છે. જે માતા અને દાદીમાના નિધનથી વ્યાકુળ અને ઘેરા શોકગ્રસ્ત છે.

મેગી સ્મિથ એક સરાહનિય અભિનેત્રી હતા. જેમણે 1969માં ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી માટે ઓસ્કાર જીત્યો હતો અને 21મી સદીમાં ડાઉનટન એબીમાં ગ્રાન્થમના ડોવગર કાઉન્ટેસ તરીકે અને હેરી પોટર ફિલ્મોમાં પ્રોફેસર મિનર્વા મેકગોનાગલ તરીકે એક નવી ઓળખ બનાવી હતી.

અહીં નોંધનિય છે કે, મેગી સ્મિથ અગ્રણી બ્રિટિશ અભિનેત્રી હતા. જેમની તુલના એક એવી પેઢીના અભિનેત્રી તરીકે કરવામાં આવતી હતી જેમાં વેનેસા રેડગ્રેવ અને જુડી ડેન્ચનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો | દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ? જાણો

જીન બ્રોડીએ તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે એકેડેમી એવોર્ડ અને 1969માં બ્રિટીશ એકેડેમી (BAFTA) એવોર્ડ પણ અપાવ્યો. સ્મિથે 1978માં “કેલિફોર્નિયા સ્યુટ” માટે સહાયક અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ