આજે અમે એવા ટીવી કલાકારો વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે નાના પડદા પર ભગવાન શિવનું પાત્ર ભજવ્યું છે, આ રોલ કરીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ યાદીમાં સમર જયસિંહનું નામ સૌથી પહેલા આવે છે. સાથે એક એક્ટરે તો મહાદેવનું 10 વખત પાત્ર નિભાવ્યું છે.
દૂરદર્શનની સિરિયલ ‘ઓમ નમઃ શિવાય’માં અભિનેતા સમર જય સિંહ દ્વારા ભજવવામાં આવેલા ભગવાન શિવનું પાત્ર આજે પણ સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સમર જય સિંહની લોકપ્રિયતા એટલી બધી હતી કે લોકો તેમને ભગવાન શિવ માનીને પૂજા કરવા લાગ્યા.

દૂરદર્શનનો પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં રામ બનેલા એક્ટર અરુણ ગોવિલે પણ ભગવાન શિવની ભૂમિકા ભજવી છે. અરુણ ગોવિલે ફિલ્મ ‘શિવ મહિમા’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી અને રામાયણની જેમ આ શો પણ ખૂબ પ્રખ્યાત થયો હતો.
ટીવી શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં મોહિતે ભગવાન શંકરની ભૂમિકા ભજવી છે. આ રોલથી તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. આટલું જ નહીં લોકો આજે પણ તેને આ પાત્રથી યાદ કરે છે.
આ યાદીમાં રોહિત બક્ષી પણ સામેલ છે. તેણે સિયા કે રામમાં શિવની ભૂમિકા ભજવી હતી. રોહિત ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયાનો એક્સ બોયફ્રેન્ડ પણ રહી ચુક્યો છે. રોહિત 2019માં ટીવી શો ‘મેં ભી અર્ધાંગિની’માં જોવા મળ્યો હતો.
ટીવી શો ‘નીલી છત્રી વાલે’ના અનેક એપિસોડમાં હિમાંશુ ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે. હિમાંશુએ પરવરિશ અને દ્વારકાધીશ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.
ટીવી શો ‘મહાભારત’માં કૃષ્ણનો રોલ કરીને ફેમસ થયેલા સૌરભ રાજ જૈને પણ ભગવાન શિવની ભૂમિકા ભજવી છે. તેણે ‘મહાકાલી અંત હી આરંભ હૈ’માં આ રોલ કર્યો હતો.
કુશાલ પંજાબીએ ટીવી શો ‘ક્યા હાલ મિસ્ટર પંચાલ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. જોકે, 26 ડિસેમ્બર, 2019ના રોજ કુશલ પંજાબીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. કૌટુંબિક કારણો ઉપરાંત ડિપ્રેશનના કારણે તેણે આ પગલું ભર્યું હતું.