મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારાએ જીત્યું પ્રિયજનોનું દિલ, પોતાની પહેલી કમાણી 1 કરોડ રૂપિયા દાન કરી દીધા

Mahesh Babu Daughter : મહેશ બાબુ અને સંજય દત્ત સાથે ‘વાસ્તવ’માં લીડ રોલ કરનારી નમ્રતા શિરોડકરની દીકરી સિતારાએ થોડા દિવસ પહેલા જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે આ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ પ્રમોશન માટે સિતારાને ચૂકવાયેલી ફી ચર્ચાનું કેન્દ્ર બની છે.

Written by mansi bhuva
July 17, 2023 08:17 IST
મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારાએ જીત્યું પ્રિયજનોનું દિલ, પોતાની પહેલી કમાણી 1 કરોડ રૂપિયા દાન કરી દીધા
મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારાએ જીત્યું પ્રિયજનોનું દિલ

Mahesh Babu News Today : સાઉથના સ્ટાર મહેશ બાબુ આગામી ફિલ્મ ‘ગંતૂર કારમ’ના કારણે ચર્ચામાં છે અને તેમની 11 વર્ષની દીકરી સિતારા અન્ય કારણોસર છવાયેલી છે. ટાઈમ્સ સ્ક્વેર પર પ્રોફેશનલ મોડેલની જેમ સિતારાના ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા. સિતારાએ જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે આ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ પ્રમોશન માટે સિતારાને ચૂકવાયેલી ફી ચર્ચાનું કેન્દ્ર બની છે. રિપોર્ટ્સ મુજબ, સિતારાને બ્રા્ડ પ્રમોશન માટે રૂ.1 કરોડ ચૂકવવામાં આવ્યા હતાં. સિતારાએ તેની પહેલી કમાણીનું શું કર્યું જાણો છો? સિતારાએ કંઇક એવું કર્યું છે જે અંગે જાણીને તમને નવાઇ લાગશે.

મળતી માહિતી અનુસાર, સિતારાએ તેની પહેલી કમાઇ દાનમાં આપી દેવાનો નિર્ણય કર્યો છે. INSના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે,સિતારાએ તેની પહેલી કમાણી એટલે કે 1 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા છે.

મહેશ બાબુ અને સંજય દત્ત સાથે ‘વાસ્તવ’માં લીડ રોલ કરનારી નમ્રતા શિરોડકરની દીકરી સિતારાનો જન્મ 20 જુલાઈ 2012ના રોજ થયો હતો. આ મહિને તે 11મો જન્મદિવસ ઉજવવાની છે. અન્ય સ્ટારકિડ્સની જેમ સિતારા પણ હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. સિતારાના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ બને છે. કેટલાક ફોટોગ્રાફ્સમાં સિતારા હેવી જ્વેલરીમાં જોવા મળે છે. એક જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે આ ફોટોગ્રાફ્સ લેવાયા હતા અને સિતારાને આ એડ માટે રૂ.એક કરોડ મળ્યા હતા.

https://www.instagram.com/p/CutGY-vvdoA/?img_index=1

સિતારાને જ્વેલરીના ફોટોશૂટમાં નવોઢાની જેમ તૈયાર થયેલી જોઈને ઘણાં લોકોને આશ્ચર્ય થયું છે. હેવી ડ્રેસ અને જ્વેલરીમાં સિતારાના લૂકે દરેકને ઈમ્પ્રેસ ક્યા છે, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, સિતારા પાસે ઉંમર કરતાં વધારે મોટું કામ કરાવ્યું છે. 11 વર્ષની છોકરી પાસે જ્વેલરીનું પ્રમોશન કરાવીને મોટી ફી વસૂલવી તે નેપોટિઝમનું ઉદાહરણ છે.

આ પણ વાંચો : Happy Birthday Katrina Kaif : અભિનેત્રી કેટરીના કૈફનો 40 મો જન્મદિવસ, અહીં કારકિર્દી બનાવતી વખતે પડેલી કેટલીક મુશ્કેલીઓ અંગે ખુલાસો કર્યો,

મહેશ બાબુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેતા ત્રિવિક્રમ શ્રીનિવાસની એક્શન ડ્રામા ફિલ્મ ‘ગુંટુર કરમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 13 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ