મલયાલમ એક્ટર અને પૂર્વ રાજ્યસભા સાંસદ ઇનોસેંટે કોચ્ચીની એક હોસ્પિટલમાં 75 વર્ષ વયે અંતિમ શ્વાસ લીધા. ઇનોસેંટનું લગભગ રાત્રે 10.30 કલાકે નિધન થયું હતું. ઇનોસેંટને 3 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેઓની હાલત ખુબ ગંભીર અને તે ICUમાં દાખલ હતા.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, “ઇનોસેંટ કોવિડ-19થી સંક્રમિત હતા અને તેણે શ્વાસ લેવામાં તકલીફ હતી તેમજ તેમના શરીરના અમુક અંગો નિર્જીવ થઇ ગયા હતા. જેને પગલે તેને હાર્ટ એટેક આવ્યો અને તેઓ અવસાન પામ્યા. એક્ટર ઇનોસેંટનું અવસાન મલયાલમ સિનેમા જગત માટે ઘણું મોટું નુકસાન છે. તમામ મલયાલમ સેલેબ્સ ઇનોસેંટના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
મલયાલમ કોમેડીના દિગ્ગજ ઇનોસેંટ તેની પાછળ અડધી સદીથી વધુ સમય માટે શાનદાર વિરાસત છોડી ગયા છે. તેઓએ આ દરમિયાન તેમના વતન કેરળના ત્રિશુરમાં તેના ટ્રેડમાર્ક વ્યવહાર અને પ્રફુલ્લિત બોલી સાથે ઘણા ચાહકોનનું મંનોરજન કર્યું હતું.
750થી વધુ ફિલ્મો સાથે પ્રભાવશાળી અભિનેતા ઇનોસેંટ છેલ્લા 2 વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં જ જોવા મળ્યો હતો. ઇનોસેંટની છેલ્લી ફિલ્મ વર્ષ 2022માં પૃથ્વીરાજ સુકુમારન-સ્ટારર કડુવા હતી. ઇનોસેંટે 2003થી 2018 સુધી મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સ (AMMA), ફિલ્મ કલાકારોની સંસ્થાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
પીઢ અભિનેતા ઇનોસેંટની પ્રતિભા માત્ર ઓન સ્ક્રીન જ નહીં પરંતુ ઓફ સ્ક્રીન પણ ચમકી. ઇનોસેંટ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી જંગમાં ઉતર્યા હતા. અનુભવી કોમેડિયને ચાલકુડી બેઠક પરથી રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યુ અને કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ પી.સી.ચાકોને હરાવ્યા. જો કે ઇનોસેંટ વર્ષ 2019માં કોંગ્રેસ સામે હારી ગયા હતા.
અભિનેતા ઇનોસેંટે વર્ષ 1972માં એબી રાજની નૃથશાળામાં એક નાનકડી ભૂમિકાથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેની શરૂઆતના એક દાયકા પછી ઇનોસેંટને અડધો ડઝનથી પણ ઓછી ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. પરંતુ તે પછીના બે દાયકામાં તેનો સ્ટાર ઉછળ્યો. જ્યારે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં 1980ના દાયકાના અંતમાં અને 1990ના દાયકાની શરૂઆતમાં કોમેડી ફિલ્મોની લહેર જોવા મળી, ત્યારે કોઈ પણ ફિલ્મ સંપૂર્ણ અથવા હિટ માનવામાં આવતી ન હતી જો તેમાં ઇનોસેંટ ન હોય. એ પ્રકારનો ઇનોસેંટનો મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં દબદબો રહ્યો.
ઇનોસેંટ કેન્સર સર્વાઈવર પણ હતા. તેને વર્ષ 2012માં કેન્સર વિશે ખબર પડી અને 2015માં તેણે કેન્સર સામે લડાઈ જીતી લીધી. ઇનોસેંટ પોતાની પાછળ પત્ની અને બે બાળકોને છોડી ગયો છે. ઇનોસેંટની મલયાલમ સિનેમાના શ્રેષ્ઠ કોમેડિયન તરીકે તેમની ઓળખ થઈ હતી. તેણે વિલનની ભૂમિકામાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી અને તે મિમિક્રી આર્ટિસ્ટ પણ હતા.
ઇનોસન્ટની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં રામજી રાવ સ્પીકિંગ, વિયેતનામ કોલોની, કાબુલીવાલા, કિલુક્કમ, મઝાવિલ્કવાડી અને ગોડફાધરનો સમાવેશ થાય છે. ઇનોસેંટ માટે વર્ષ 1989 માટે શાનદાર રહ્યુ હતું. મઝાવિલકવાડીમાં તેની ભૂમિકા માટે તેણે તે વર્ષે બીજા શ્રેષ્ઠ અભિનેતાનો કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. સત્યન એન્થિકૈંડ દ્વારા દિગ્દર્શિત તે બહુ ઓછી ફિલ્મોમાંની એક હતી. જેમાં તેણે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. તેમની કોમેડી-થ્રિલર રામજી રાવ સ્પીકિંગ મલયાલમ સિનેમામાં કલ્ટ ક્લાસિક સ્ટેટસ હાંસલ કરશે.