Manish Malhotra Diwali Party 2025 | દિવાળી (Diwali) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અનેક બોલીવુડ સ્ટાર્સ તેમના ગ્લેમરસ અને યુનિક આઉટફિટ અને લુકમાં હાજર રહ્યા હતા, કરીના કપૂર ખાન થી લઈને તારા સુતરીયા જેવી ઘણી એકટ્રેસએ ફેન્સને તેના લુક દ્વારા મંત્રમુગ્ઘ કર્યા હતા, અહીં જુઓ
દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે, કાજોલ, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, સારા અલી ખાન વગેરે સ્ટાર્સ હાજર રહ્યા હતા, જુઓ અહીં
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં શિડ્યુઅલ મુજબ સૌથી પહેલા કરીના કપૂર ખાન પહોંચી હતી, તે વાઈટ સલાવર સૂટમાં અપ્સરા જેવી લાગે છે, તેણે બન હેરસ્ટાઇલ અને લોન્ગ ઝુમખા અને હાથમાં બટવા સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલીવુડના જાણીતા કપલમાંથી એક છે, તેઓ પણ દિવાળી પાર્ટમાં હાજર રહ્યા હતા, જેનેલિયાએ ગોલ્ડન ટીશ્યુ સિલ્કમાં સરારા સૂટમાં જોવા મળે છે જેમાં સિમ્પલ સૂટમાં હેવી દુપટ્ટા જોવા મળે છે, જયારે રિતેશ દેશમુખ વાઈટ સૂટમાં જોવા મળે છે.
દિવાળી પાર્ટીમાં અંબાણી પરિવાર પણ બાકી નથી, શ્રીમતી નીતા અંબાણી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેણે મનીષ દ્વારા બનાવેલી સિલ્વર સિક્વિન્સ સાડી પહેરી હતી અને તેને પોતાના નીલમણિના ઘરેણાં સાથે પેર કરી હતી.
દિવાળી પાર્ટીમાં માં દીકરીની જોડી પણ જોવા મળી હતી. કાજોલ અને તેની પુત્રી નાયસા દેવગણ એવી હેન્ડ વર્ક વાળી સાડીમાં જોવા મળે છે.
સારા અલી ખાન પણ દિવાળી પાર્ટીમાં સિલ્ક બનારસી ઓરેન્જ લહેંગામાં જોવા મળી હતી, તેણે સીમ્પલ ઈયરિંગ્સ અને પોનીટેઈલ હેરસ્ટાઇલ અને બટવા સાથે લુક કંપ્લીટ કર્યો છે.
51 ની છતાં હજુ 30 ની દેખાતી મલાઈકા અરોરા ખુબજ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી, તેણે હેવી ઇન્ટરિકેટેડ ડાર્ક ગોલ્ડન કલર મિરર વર્ક લહેંગામાં જોવા મળી હતી.
તારા સુતરીયા પણ હ્યુમરડ બોયફ્રેન્ડ વીર પહાડીયા સાથે યુનિક લુકમાં જોવા મળી હતી, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે, તારા સુતરીયા ઓફ વાઈટ શિમર ઑફ સોલ્ડર બ્લાઉઝ સાથે લહેંગા પસંદ કર્યો છે, ત્યારે વીર પહાડીયા વાઈટ ટ્રેડિશનલ સૂટમાં જોવા મળ્યો હતો,
દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે પણ ડાયમન્ડ સ્ટેડ ગોલ્ડન હેવી લહેંગામાં જોવા મળી હતી, તેણે પાપરાઝીઓ માટે પોઝ આપ્યા હતા.
દિવાળી પાર્ટીમાં શિલ્પા શેટ્ટી અને બહેન સમીતા શેટ્ટી પણ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા, શિલ્પા શેટ્ટી વાઈટ પર્લ મોતી ઇન્ટરિકેટેડ બ્લાઉઝ વાળા લહેંગા ચોળીમાં જોવા મળી હતી, ત્યારે બહેન પીચ કલરના સૂટમાં જોવા મળી હતી.
દો પત્તી સ્ટાર કાજોલ સાથે કૃતિ સેનન પણ એકસાથે પોઝ આપતા જોવા મળ્યા છે, કૃતિ સેનનએ યુનિક ડાયમન્ડ સ્ટડેડ ઇન્ટરિકેટ ડિઝાઈનર પીસ આઉટફિટ પસંદ કર્યું છે.
સોનાક્ષી સિંહા પણ પતિ ઝહીર ખાન સાથે પોઝ આપતી જોવા મળી હતી, સોનાક્ષીએ બ્લ્યુ કલરના સિમ્પલ સિલ્ક સલવાર કમીઝ પહેર્યા છે, તેના પર કુંદન નેકલેસ પસંદ કર્યો છે, ત્યારે ઝહીર બ્લેક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે જેના પર વાઈટ કલરનું એમ્બ્રોડરી વર્ક છે.