Manish Malhotra | સેલિબ્રિટી ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra) જેણે તેના 35 વર્ષના કરિયરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામો અને અન્ય હાઈ પ્રોફાઇલ હસ્તીઓના આઉટફિટ ડિઝાઇન કર્યા છે, તેણે આ માર્ગમાં પડકારો અને મનોરંજકનો સામનો કર્યો છે. તાજેતરમાં જ એક વાતચીતમાં, મનીષે એક ઘટના યાદ કરી હતી.
મનીષ મલ્હોત્રાને એક ફિલ્મમાં અંતિમ સંસ્કારના સીન દરમિયાન એક અભિનેત્રીને એવું તો શું કહ્યું તે સંપૂર્ણપણે મૂંઝવણમાં મુકાઈ જવું પડ્યું?
મનીષ મલ્હોત્રાએ ભૂલથી એકટ્રેસને શું મેસેજ મોકલ્યો?
મનીષ મલ્હોત્રા ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ ના આગામી એપિસોડમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે જોવા મળશે. આ એપિસોડનું ટીઝર રિલીઝ થયું હતું. તેમાં, મનીષ એક કિસ્સો શેર કરે છે અને કહે છે કે મે “મેં બનાવેલા પહેલા પોશાકમાંથી એક અને તેઓએ કહ્યું, ‘આ એક અંતિમ સંસ્કારનો દ્રશ્ય છે તેથી તેને સફેદ સલવાર કમીઝ પહેરાવો પણ તે હોટ દેખાવી જોઈએ.'” મનીષે સ્વીકાર્યું કે તેણે આ વિચિત્ર બ્રીફ પર કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નહીં કારણ કે તે ઇચ્છતો ન હતો કે કોઈ એવું વિચારે કે તે “તેનું કામ જાણતો નથી,” પરંતુ પછીથી સમજાયું કે નિર્માતાઓ જે ઇચ્છતા હતા તે એક ચુસ્ત ફિટિંગ પોશાક હતો. તેણે હસતાં હસતાં યાદ કર્યું કે ‘ત્યારબાદ મેં ફિટેડ સલવાર કમીઝ બનાવ્યું હતું.’
ટ્વિંકલ ખન્નાએ પછી મનીષની ખેંચી તેને બીજી એક યાદગાર ઘટનાની યાદ અપાવી જ્યારે તેણે ભૂલથી એક અભિનેત્રીને સંદેશ મોકલ્યો જેની સાથે તેને ખાસ કામ કરવામાં મજા નહોતી આવતી, એ મેસેજ ખરેખર કોઈ બીજા માટે હતો. ટ્વિંકલે કહ્યું, “તમને કોઈની સાથે કામ કરવામાં મજા ન આવી અને અમે માનીએ છીએ કે તમે તેને આકસ્મિક રીતે મેસેજ મોકલ્યો છે. શું તમે કૃપા કરીને અમને તે વિશે કહી શકો છો?”
શરૂઆતમાં ખચકાટ અનુભવ્યો હોવા છતાં મનીષે સ્ટોરી કહી હતી કે “આ મારા જીવનમાં એક વાર બન્યું હતું અને મને ખરેખર તેની સાથે ખૂબ જ હિટ ફિલ્મમાં કામ કરવાનો આનંદ આવ્યો અને અમે સાથે ઘણું કામ કર્યું હતું અમે હજુ પણ કરીએ છીએ. પરંતુ મેં મારા ભત્રીજા પુનીત મલ્હોત્રાને લખ્યું. મેં તેને લખ્યું, ‘છેલ્લો દિવસ અને હું સેટ પર જઈ રહ્યો છું, આ ફિલ્મ પૂર્ણ થઈ ગઈ અને તેની સાથે કામ પૂર્ણ થઈ ગયું.’ મેં ભૂલથી તે અભિનેત્રીને મેસેજ મોકલી દીધો.’ મનીષે આગળ કહ્યું કે ‘પરંતુ તે ખૂબ જ દયાળુ હતી અને. તેથી બધું સ્પષ્ટ થઈ ગયું હતું.’
પુનિત મલ્હોત્રાએ પોતાની કરિયરમાં ત્રણ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે સોનમ કપૂરની “આઈ હેટ લવ સ્ટોરીઝ”, કરીના કપૂરની “ગોરી તેરે પ્યાર મેં”, અને તારા સુતારિયા અને અનન્યા પાંડેની “સ્ટુડન્ટ ઓફ ધ યર 2”.
આ જ એપિસોડ દરમિયાન, મનીષે પ્રેમથી યાદ કર્યું કે કેવી રીતે કાજોલે અજાણતાં ‘કુછ કુછ હોતા હૈ’ના સેટ પર ફેશન ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેણે કહ્યું, “મેં તેને કહ્યું વાહ, તું આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. લહેંગા ખરેખર ભારે છે ખરું ને, તેણે લહેંગા ઉપાડ્યો અને સ્નીકર્સ નીચે હતા!” તેણે ઉમેર્યું, “પરંતુ ખરેખર, લહેંગા સાથે સ્નીકર્સનો ટ્રેન્ડ, તેણે જ શરૂ કર્યો હતો”





