Exclusive: ફેમિલી મેનની આગામી સિઝનનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં થશે શરૂ, હું ખુબ જ ઉત્સાહિત છું: મનોજ બાજપેયી

Manoj Bajpayee: મનોજ બાજપેયીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન તેઓએ તેની ધ ફેમિલી મેનની આગામી સિઝનને લઇને મોટી માહિતી આપી હતી.

Written by mansi bhuva
Updated : May 05, 2023 08:01 IST
Exclusive: ફેમિલી મેનની આગામી સિઝનનું  શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં થશે શરૂ, હું ખુબ જ ઉત્સાહિત છું: મનોજ બાજપેયી
ફેમિલી મેનની આગામી સિઝનનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં થશે શરૂ

Family Man 3: ‘ધ ફેમિલી મેન’ એક એવી વેબ સિરીઝ છે જેના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘ફેમિલી મેન’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. તેનો બીજો ભાગ ગયા વર્ષે આવ્યો હતો. દરેક વખતે સીરિઝએ દર્શકોના મનમાં ઉત્સુકતા વધારી છે. સીઝન 2ના આગમન પછી જ્યારે પણ મનોજ બાજપેયી સોશિયલ મીડિયા પર આવતા હતા, ત્યારે ચાહકો તેમને સીરિઝના ત્રીજા ભાગને લગતા પ્રશ્નો પૂછતા હતા. ત્યારે હવે મનોજ બાજપેયીએ ફેન્સ સાથે ખુશખબરી શેર કરી છે.

સિઝન 3 વિશે માહિતી આપતાં મનોજ બાજપેયીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને માહિતી આપતા કહ્યું હતું કે, ધ ફેમિલી મેનની આગામી સિઝનનું આ વર્ષના અંત સુધીમાં ધ શૂટિંગ શરૂ થઇ જશે. “હું ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ મેળવવા જઈ રહ્યો છું અને તારીખો ફાઈનલ થઈ જશે. ખરેખર હું ઉત્સાહિત છું કે, હું ફરી એકવાર શ્રીકાંત તિવારીની ડ્રેસ પહેરવા જઈ રહ્યો છું.

આ પણ વાંચો: મેં મારા-પિતાને બહુ પરેશાન કર્યા છે, તેઓ મને સહન કરી રહ્યા છે: સલમાન ખાન

વાસ્તવમાં, આ વેબ સિરીઝ એક શાર્પ, એક્શન-ડ્રામા છે, જે NIAના સ્પેશિયલ ટાસ્ક સેલ માટે કામ કરતા મધ્યમ વર્ગના અધિકારી શ્રીકાંત તિવારીની વાર્તા પર આધારિત છે. જાસૂસ થ્રિલર સીરિઝને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. મનોજ બાજપેયી ઉપરાંત, આ શ્રેણીમાં સુચી તરીકે અભિનેત્રી પ્રિયામણી, શ્રીકાંત તિવારીના મિત્ર અને સહકાર્યકર તરીકે શારીબ હાશ્મી, પુત્રી ધૃતિ તરીકે આશ્લેષા ઠાકુર અને પુત્ર અથર્વ તરીકે વેદાંત સિંહા છે. આ સિરીઝની બીજી સિઝન પણ કિસિંગ સીનને લઈને ઘણા વિવાદોમાં રહી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ