સોની ટીવીનો કૂકિંગ ટીવી શો માસ્ટર શેફ ઇન્ડિયા 13ને વિજેતા મળી ગયો છે. આસામની નયનજ્યોતિ સૈકિયા આ શોના વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં છે. 13 અઠવાડિયા એટલે કે ત્રણ મહિના શોમાં ભાગ લેનારા સ્પર્ધકોએ હોમકૂક તરીકે ટેસ્ટ આપ્યા બાદ સ્વાદ અને ક્રિએટીવિટીનો તાલમેલ જોઇને જજિસ આ નિર્ણય પર પહોંચ્યા. ‘માસ્ટર શેફ ઈન્ડિયા 7’ના ગ્રાન્ડ ફિનાલેમાં જાણીતા શેફ સંજીવ કપૂર હાજર રહ્યા હતા. શોના શેફ રણવીર બ્રાર, વિકાસ ખન્ના અને ગરિમા અરોરા સાથે મળીને તેમણે ટોપ-3 કન્ટેસ્ટન્ટ્સની કસોટી કરી હતી. જેમાં યનજ્યોતિ માસ્ટશેફ ઈન્ડિયાની ટ્રોફી ઉપરાંત 25 લાખ રૂપિયા અને ગોલ્ડન શેફ કોટ જીત્યો છે.
નયનજ્યોતિ સૈકિયાએ શો જીત્યા પછી તેની ખુશી સાતમા આસમાને છે. નયનજ્યોતિએ તાજેતરમાં ઇટાઇમ્સને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં નયનજ્યોતિએ કહ્યું હતું કે, “અત્યારે મારી જીત વિશે કશું અનુભવી નથી રહ્યો કારણકે શો જીત્યો ત્યારથી આ અંગે કોઈની સાથે વાત નથી કરી. હું અત્યાર સુધી ચૂપ બેઠો છું.”
શોમાં પોતાની જર્ની વિશે વાત કરતાં નયનજ્યોતિએ કહ્યું, “માસ્ટરોશેફ ઈન્ડિયામાં મારી પસંદગી થશે એવી મને કલ્પના પણ નહોતી. હું ફક્ત ઓડિશન આપવા આવ્યો હતો અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે હું ખુશીથી નાચી ઉઠ્યો હતો. પછી જ્યારે મને શોમાં મારા નામનું એપ્રન આપવામાં આવ્યું ત્યારે હું ઉત્સાહમાં આવી ગયો હતો. દર અઠવાડિયે હું પ્રાર્થના કરતો હતો કે, બીજું એક અઠવાડિયું ખેંચી નાખું. જ્યારે હું ફાઈનલમાં પહોંચ્યો ત્યારે મને આત્મવિશ્વાસ બેઠો કે હું કંઈક મોટું કરી જ શકીશ. મને આ જર્ની વિશે સૌથી સારી બાબત એ લાગી કે હું શોના અંતિમ દિવસ સુધી કૂકિંગ કરી શક્યો.”
નયનજ્યોતિએ તેમના ભવિષ્યના પ્લાનિંગ વિશે પૂછતા જણાવ્યું હતું કે, “હવે હું બે મહિના સુધી આરામ કરીશ. જે બાદ હું ટ્રાવેલ કરીશ કારણકે મને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે. ઉપરાંત હું કૂકિંગની વધુ તાલીમ લઈશ જેથી પોતાને નિષ્ણાત બનાવી શકું. હું ઈનામની રકમથી મારું રેસ્ટોરાં શરૂ કરવા માગું છુ”.
વધુમાં નયનજ્યોતિએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં તેનો પરિવાર તેના શેફ બનવાના નિર્ણયથી ખુશ નહોતો. તેણે કહ્યું, “હું નાની ઉંમરથી જ કૂકિંગ શીખી ગયો હતો અને હોસ્ટેલમાં મારા મિત્રોને બનાવીને ખવડાવતો હતો. ઘરે તો હું ક્યારેક ક્યારેક જમવાનું બનાવતો હતો. હું એન્જિનિયરિંગ કરી રહ્યો હતો ત્યારે મેં મારા પેરેન્ટ્સને કીધું હતું કે, હું એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીશ. પરંતુ એ વખતે તેઓ આ નિર્ણયથી ખુશ નહોતા. પરંતુ મેં ઈન્ટરનેટની મદદથી મારું પેશન જીવતું રાખ્યું. જોકે, મારા પિતા મારાથી નારાજ રહેતા કારણકે તેમને લાગતું કે હું મારો સમય વેડફી રહ્યો છું. મારા પેરેન્ટ્સ હંમેશા ઈચ્છતા હતા કે મને સરકારી નોકરી મળી જાય. હવે જ્યારે હું શો જીતી ગયો છું ત્યારે તેમને મારી ઉપલબ્ધિઓ પર ગર્વ થઈ રહ્યો છે.”