Met Gala 2024 Alia Bhatt Look : ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી આલિયા ભટ્ટ એક્ટિંગની સાથે ફેશનમાં પણ ખુબ આગળ છે. હાલમાં આલિયા ભટ્ટ મેટ ગાલા 2024ના રેડ કાર્પેટ પર શાનદાર અવતારમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટએ મેટ ગાલા 2024 માટે ભારતીય સંસ્કૃતિ છલકાવતો પોશાક પહેર્યો હતો. આલિયા ભટ્ટ મેટ ગાલા 2024ના રેડ કાર્પેટ પર સુંદર સાડીમાં અપ્સરા લાગી રહી હતી. આલિયા ભટ્ટના હાલ ચોતરફ વખાણ થઇ રહ્યા છે.

આલિયા ભટ્ટની મેટ ગાલા 2024ની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહી છે અને તેના લૂકની ચર્ચા વહેતી થઇ છે. આલિયાએ મેટ ગાલા 2024 ઇવેન્ટમાં સબ્યસાચીની ડિઝાઇન કરેલી સાડી, એસેસરીઝ પહેરી હતી. આ સ્ટાઈલ જોઈને કેટલાક લોકોને પ્રિયંકા ચોપરા પણ યાદ આવી ગઈ, જેઓ થોડા વર્ષો પહેલા મેટ ગાલામાં અસામાન્ય ફેશન સાથે હાજરી આપી હતી.
એક યુઝરે કહ્યું, ‘આલિયા ભટ્ટ ખરેખર મેટ ગાલા પર ધમાલ મચાવા માટે આવી હતી. આ ડ્રેસ તેની સાચી ફેશન છે. ક્વીન માટે સ્ટેન્ડિંગ ઓવેશન!’ જયારે અન્ય એકે કહ્યું: આ વિશે હું માત્ર વાત કરી શકું કે તે કેટલી સુંદર લાગી રહી છે. બિલકુલ સરપ્રાઇઝ રાજકુમારી વાઇબ્સ. તો અન્ય એક યૂઝરે લખ્યું હતું, “રાતનો અત્યાર સુધીનો મનપસંદ લૂક.”
એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આલિયા ભટ્ટ અદભૂત દેખાઈ રહી છે. સંસ્કૃતિનો આદર કરો પરંતુ થીમ પર. જ્વેલરી નેક્સ્ટ લેવલ છે.’ એક નેટીઝને લખ્યું, ‘આલિયા ભટ્ટે મેટ ગાલા 2024માં સબ્યસાચી સાડી પહેરી હતી અને બધાને બતાવ્યું કે તે કેવી રીતે થાય છે.’ એક યુઝરે કહ્યું, ‘મેટ ગાલા 2024માં આલિયા ભટ્ટે વૈશ્વિક સ્તરે તેની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે સાડીમાં ઘણી પ્રગતિ કરી છે.





