17 વર્ષ જૂના કેસમાં બોમ્બે હાઇકોર્ટે મીકા સિંહને આપી મોટી રાહત, સિંગર રાખી સાવંતને જાહેરમાં કિસ કરીને ફસાયો હતો

Mika Singh: મુંબઇની એક પોશ રેસ્ટોરન્ટમાં મીકા સિંહની બર્થડે પાર્ટી યોજાઇ હતી. જેમાં કથિત રીતે તેણે રાખી સાવંતને કિસ કરી હતી. આ પછી સિંગર પર આઇપીસીની ધારા 354 અને 323 અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.

Mika Singh: મુંબઇની એક પોશ રેસ્ટોરન્ટમાં મીકા સિંહની બર્થડે પાર્ટી યોજાઇ હતી. જેમાં કથિત રીતે તેણે રાખી સાવંતને કિસ કરી હતી. આ પછી સિંગર પર આઇપીસીની ધારા 354 અને 323 અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Mika singh rakhi sawant Photo News

મીકા સિંહને 17 વર્ષ જૂના કેસમાં બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત

બોલિવૂડ સિંગર મીકા સિંહ અને રાખી સાંવતને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 2006માં રાખી સાવંત દ્વારા મીકા સિંહ વિરુદ્ધ જબરજસ્તી કિસને લઇને કરવામાં આવેલી એફઆઇઆરના મામલાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. મહત્વનું છે કે, મીકા સિંહ અને રાખી સાવંત વચ્ચેનો આ મામલો સિંગરના બર્થ ડે દરમિયાનનો છે. ત્યારે મીકા સિંહ અને તેના કલીગે આ કેસને સમાપ્ત કરવાની માગ કરી હતી. તેમજ આ મામલે એફઆઇઆર અને ચાર્જશીટને રાખી સાવંતની સહમતિથી તેને બરતરફ કરવામાં આવ્યા છે.

Advertisment

હકીકતમાં મુંબઇની એક પોશ રેસ્ટોરન્ટમાં મીકા સિંહની બર્થડે પાર્ટી યોજાઇ હતી. જેમાં કથિત રીતે તેણે રાખી સાવંતને કિસ કરી હતી. આ પછી સિંગર પર આઇપીસીની ધારા 354 (છેડતી) અને 323 (હુમલો) અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. જે મામલે મીકા સિંગે એપ્રિલ 2023માં હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને એફઆઇઆર અને ચાર્જશિટ રદ્દ કરવાનો અનુરોધ કર્યો હતો.

https://www.instagram.com/p/CtUWgcisJqs/

જસ્ટિસ એ.એસ.ગડકરી અને જસ્ટિસ એસ.જી.ડિગેની ખંડપીઠે સાવંતની એક એફિડેવિટ પર એક્શન લેતા આ મામલે એફઆઇઆર અને ચાર્જશીટને રદ કરી દીધી છે. હાઇકોર્ટે સાવંતની એફિડેવિટની નોંધ લીધી જેમાં કહેવામાં આવ્યું કે, 11-06-2006ના રોજ કરવામાં આવેલી મારી ફરિયાદના આધારે ઓશિવારા પોલીસ સ્ટેશને આઇપીસીની ધારા 354 અને 323 અંતર્ગત કેસ નોંધ્યો હતો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ