Manika Vishwakarma | મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 વિજેતા મનિકા વિશ્વકર્મા કોને માને છે પોતાના રોલ મોડેલ?

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 મનિકા વિશ્વકર્મા | મનિકા વિશ્વકર્મા (Manika Vishwakarma) એ જણાવ્યું કે તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન અને તેની માતાને પોતાના જીવનના રોલ મોડેલ માને છે. અહીં જાણો મનિકા વિશ્વકર્માએ શું કહ્યું?

Written by shivani chauhan
August 20, 2025 07:33 IST
Manika Vishwakarma | મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 વિજેતા મનિકા વિશ્વકર્મા કોને માને છે પોતાના રોલ મોડેલ?
miss universe India 2025 Manika Vishwakarma role model

Manika Vishwakarma | રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા (Manika Vishwakarma) ને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો. આ જીત પછી મનિકાએ પોતાના જીવનના એવા લોકોનો ઉલ્લેખ કર્યો જેમને તે પોતાના માર્ગદર્શક અને રોલ મોડેલ માને છે. મિસ યુનિવર્સ ઈન્ડિયાની સુંદરતા સ્પર્ધા જીત્યા બાદ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મનિકાના ચહેરા પર વિજયની ખુશી સ્પષ્ટપણે દેખાય છે.

મનિકા વિશ્વકર્મા (Manika Vishwakarma) એ જણાવ્યું કે તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન અને તેની માતાને પોતાના જીવનના રોલ મોડેલ માને છે. અહીં જાણો મનિકા વિશ્વકર્માએ શું કહ્યું?

મનિકા વિશ્વકર્મા ના રોલ મોડેલ (Manika Vishwakarma’s role model)

મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ, મનિકા વિશ્વકર્માએ ANI સાથે વાત કરતા કહ્યું, ‘મારા જીવનમાં બે રોલ મોડેલ છે. પહેલી સુષ્મિતા સેન અને બીજી મારી માતા. મને લાગે છે કે હું આ બે મહિલાઓને કારણે અહીં છું. હું હંમેશા સુષ્મિતા સેનને એક એવી મહિલા તરીકે ઓળખું છું જે ફક્ત કંઈક કહેતી નથી પણ તે કરે પણ છે. મિસ યુનિવર્સ બનવાથી લઈને તેની જીવન યાત્રા સુધી, તેણીએ જે કંઈ કહ્યું તેનો દરેક શબ્દ તેના માટે કંઈક અર્થપૂર્ણ હતો અને તેણીએ અત્યાર સુધી તે સાબિત કર્યું છે.’

મનિકા વિશ્વકર્માએ તેની માતા વિશે શું કહ્યું?

મનિકા વિશ્વકર્માએ પોતાની માતા વિશે વાત કરતાં કહ્યું, ‘મારી માતાએ મને આ શીખવ્યું છે કે તમે ફક્ત બોલતા નથી, પરંતુ તેના પર કાર્ય પણ કરો છો. તમે તે કહો છો અને તેનું મૂર્ત સ્વરૂપ બનો છો જેથી લોકોને ખબર પડે કે વ્યક્તિ ફક્ત તે શું કહે છે તેનાથી જ ઓળખાતી નથી, પરંતુ આપણે માણસ તરીકે કેટલા મજબૂત છીએ તેનાથી પણ ઓળખાય છે.’

મનિકા વિશ્વકર્માએ પોતાના ભવિષ્ય વિશે વધુ વાત કરતાં તે કહ્યું, ‘હું તેની સાથે આવતી બધી શક્યતાઓનો લાભ લેવા માંગુ છું અને ફક્ત એક જ દિશામાં જવા માંગતી નથી. હું લોકોને એ પણ બતાવવા માંગુ છું કે સૌંદર્ય સ્પર્ધાઓ તમારા જીવનમાં ઘણું બધું લાવી શકે છે.’

મનિકા વિશ્વકર્મા વિશે

મનિકા વિશ્વકર્માનો જન્મ રાજસ્થાનના ગંગાનગર નામના નાના શહેરમાં થયો હતો. બાળપણથી જ તેનું સપનું બ્યુટી સ્પર્ધા જીતવાનું હતું. આ રસ્તો તેના માટે સરળ નહોતો. ગંગાનગર છોડ્યા પછી, તેણે દિલ્હી જવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં તેણે મોડેલિંગની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતુ.મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતતા પહેલા, મનિકાએ બીજી મોટી જીત મેળવી હતી. તેણીએ ગયા વર્ષે મિસ યુનિવર્સ રાજસ્થાન 2024નો તાજ જીત્યો હતો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ